Western Times News

Gujarati News

કોરોનાકાળમાં કાપડનો ધંધો ન ચાલતા વેપારીએ ડ્રગ્સનો ધંધો શરુ કર્યો

સુરત: સુરત એસઓજીએ રાજસ્થાનથી રૂ.૨૪.૬૦ લાખનું એમ.ડી.ડ્રગ્સ મંગાવનાર સરથાણાના હેર સલૂન માલિકને ઝડપી પાડી બનાસકાંઠા એસઓજીને સોંપ્યા બાદ તેની કબૂલાતના આધારે એસઓજીએ ડ્રગ્સ મંગાવવામાં તેના ભાગીદાર ઉત્રાણના કાપડ દલાલ ઝડપવામાં સફળતા મળી છે. જાેકે, કોરોનામાં કાપડનો ધંધો ન ચાલતા ડ્રગ્સનો વેપલો કરવા લાગ્યો હતો.

બનાસકાંઠા પોલીસે અઠવાડિયા પહેલા બે રાજસ્થાની યુવકોને ૨૬૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સની કિંમત ૨૪.૬૦ લાખ રૂપિયા થાય છે. આ ડ્રગ કામરેજના નનસાડ ગામમાં આવેલા અમર પેલેસમાં રહેતા જયદીપ રાજેશ પરમારે મંગાવ્યું હતું. તેથી એસઓજીએ ત્રણ દિવસ પહેલા જયદીપને પકડ્યો હતો. જાેકે તેની પૂછપરછમાં તેના ભાગીદારનું નામ સામે આવતા પોલીસે તેની પણ અટકાયત કરી છે.

બનાસકાંઠા જિલ્લાના એમડી ડ્રગ્સના ગુનામાં વોન્ટેડ આરોપીને એસઓજીએ ઉત્રાણથી ઝડપી પાડ્યો છે. કોરોનામાં કાપડનો ધંધો ન ચાલતા ડ્રગ્સનો વેપલો કરવા લાગ્યો હતો.બનાસકાંઠા પોલીસે અઠવાડિયા પહેલા બે રાજસ્થાની યુવકોને ૨૬૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સની કિંમત ૨૪.૬૦ લાખ રૂપિયા થાય છે. આ ડ્રગ કામરેજના નનસાડ ગામમાં આવેલા અમર પેલેસમાં રહેતા જયદીપ રાજેશ પરમારે મંગાવ્યું હતું.

તેથી એસઓજીએ ત્રણ દિવસ પહેલા જયદીપને પકડ્યો હતો. જયદીપની પૂછપરછમાં સાગરીત ધ્રુવિન ઉર્ફે ધ્રુવો દિનેશ જસાણીનું નામ ખુલ્યું હતું. તેથી બનાસકાંઠા પોલીસ સુરત આવી હતી. સુરત એસઓજીની મદદથી બનાસકાંઠા પોલીસે ઉત્રાણથી આરોપી ધ્રુવિનની ધરપકડ કરી હતી. આ પહેલા તે અમરોલીમાં ચોરીના ગુનામાં ઝડપાયો હતો. ધ્રુવિન પહેલા કપડાનો વેપાર કરતો હતો. પણ કોરોનાકાળમાં આ ધંધો નહીં ચાલ્યો ન હતો.

પોતે પણ એમડી ડ્રગ્સનો બંધાણી હોવાથી ગૃપમાં લોકોને આપવા માટે ડ્રગ્સ વેચવાનું ચાલુ કરી દીધું હતું. મૂળ ભાવનગરના ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામનો અને સુરતમાં સાંઈ એવન્યુ, ઉત્રાણ, મોટાવરાછા, ખાતે રહેતો ધ્રુવિન ઉર્ફે ધૃવો દિનેશભાઈ જસાણી સાથે ૫૦ ટકાની ભાગીદારીમાં મંગાવ્યાની કબૂલાત કરતા સુરત એસઓજીએ ધ્રુવિનને ઝડપી પાડી બનાસકાંઠા એસઓજીને સોંપ્યો હતો. ધ્રુવિન ૧૦ હજારમાં ખરીદતા અને સુરત શહેરમાં યુવા વર્ગને ૧ ગ્રામ એમડી ડ્રગ્સ રૂપિયા ૧૧ હજારથી લઈને ૧૧,૫૦૦ સુધીના ભાવે વેચતા હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે.

બનાસકાંઠા પોલીસે ૨૪.૬૦ લાખનું જે ડ્રગ્સ મંગાવ્યું હતું તેમાં ધ્રુવિનનો પણ અમુક ભાગ હતો. જયદીપ વાળંદ હોવાથી ધ્રુવિન ત્યાં વાળ કપાવવા જતો હતો. ત્યારે ડ્રગ્સ બાબતે વાતચીત બંને આ ગોરખધંધો કરવા માંડ્યા હતા. કાપડ માર્કેટમાં દલાલીનું કામ કરતો ધ્રુવિન જાતે જ એમ.ડી.ડ્રગ્સનો નશો કરતો હતો.પરંતુ એમ.ડી.ડ્રગ્સ મોંઘું પડતું હોય એક વર્ષ અગાઉ તેણે જાતે વેચવાનું શરૂ કર્યું હતું. એક ગ્રામ ડ્રગ્સ જયદીપ અને ધ્રુવિન ૧૦ હજારમાં ખરીદતા અને સુરત શહેરમાં યુવા વર્ગને ૧ ગ્રામ એમડી ડ્રગ્સ રૂપિયા ૧૧ હજારથી લઈને ૧૧,૫૦૦ સુધીના ભાવે વેચતા હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.