Western Times News

Gujarati News

કોરોનાકાળમાં ગૂગલ પર પાંચ વસ્તુઓ ભૂલેચૂકે સર્ચ ન કરતા

ફ્રાંસ: નવી દિલ્હીઃ મોટા ભાગે લોકો કોઈ પણ વસ્તુની જાણકારી મેળવવા માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરે છે. કારણ કે તેમને લાગે છે કે અહીં બધી જાણકારીઓ સરળતાથી મેળવી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે એવી પણ કેટલીક વસ્તુઓ છે જેને ગૂગલ પર સર્ચ કરવાથી તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.

આથી ગૂગલ પર સર્ચ કરતા પહેલા જાણી લો કે તમારે શું સર્ચ કરવું જાેઈએ અને શું નહીં. એવી ૫ કઈ વસ્તુઓ છે જેને સર્ચ કરવાથી તમારા માટે પરેશાની ઊભી થઈ શકે છે.

ગૂગલ પર ક્યારેક એવી ચીજાે લોકો સર્ચ કરે છે જેની સાથે તેમને કોઈ લેવાદેવા હોતા નથી. સંદિગ્ધ ચીજાે જેમ કે બોમ્બ બનાવવાની રીત વગેરે ગૂગલ પર સર્ચ કરવી જાેઈએ નહીં. કારણ કે આ ગતિવિધિઓ પર સાઈબર સેલની નજર હોય છે. આમ કરવાથી મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

સુરક્ષા એજન્સીઓ તમારા વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. જેના કારણે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે. તમે ક્યારેય તમારું ઈમેઈલ આઈડી ગૂગલ પર સર્ચ ન કરો. આ તમારી અંગત જાણકારી માટે ખુબ જાેખમ પેદા કરી શકે છે.

કારણ કે આમ કરવાથી હેકિંગ દ્વારા તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે અને પાસવર્ડ લીક થઈ શકે છે. જે તમને કોઈ સ્કેમમાં પણ ફસાવી શકે છે.

ગૂગલ પર બીમારીની સારવાર માટે દવાઓ જાે સર્ચ કરતા હોવ તો આવું બિલકુલ ન કરતા. કારણ કે સર્ચનો ડેટા થર્ડ પાર્ટીને ટ્રાન્સફર કરવામાં આવે છે.

ત્યારબાદ તમને સતત તે બીમારી અને તેની ટ્રિટમેન્ટ અંગે જાહેરાતો બતાવવામાં આવે છે. આ ઉપરાંત ખોટી દવાઓના સેવનથી તમારી તબિયત વધુ ખરાબ થઈ શકે છે. અનેક લોકો પોતાની ઓળખ જાણવા માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરે છે. આમ કરવાથી તમારી અંગત જાણકારીઓ લીક થઈ શકે છે.

કારણ કે ગૂગલ પાસે તમારી સર્ચ હિસ્ટ્રીનો પૂરેપૂરો ડેટાબેસ હોય છે. વારંવાર સર્ચ કરવાથી તેના લીક થવાનું જાેખમ છે. અનેકવાર આપણે કોઈ પ્રોડક્ટ સંબંધિત સમસ્યા હોય

તો ગૂગલ પર સર્ચ દ્વારા કસ્ટમર કેરને કોલ કરવા માટે નંબર સર્ચ કરીએ છીએ. તે પણ સુરક્ષાને લઈને જાેખમી છે. કારણ કે હેકર્સ ફેક હેલ્પલાઈન નંબર ગૂગલ સર્ચમાં ફ્લોટ કરે છે. આવામાં જાે તમે જ્યારે તે નંબર પર કોલ કરશો તો તમારો નંબર હેકર્સ પાસે પહોંચી જાય છે. ત્યારબાદ હેકર્સ તમારા નંબર પર કોલ કરીને સાઈબર ક્રાઈમને અંજામ આપી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.