કોરોનાકાળમાં ભારતની મદદ માટે માલદીવે આભાર વ્યકત કર્યો
નવીદિલ્હી, માલદીવના નાણાં મંત્રી અબ્દુલ્લા શાહિદે સંયુકત રાષ્ટ્ર મહાસભાના ભાષણ દરમિયાન ભારતના કોવિડ ૧૯ મહામારીનો સામનો કરવા માટે ૨૫૦ મિલિયન ડોલરની મદદ માટે આભાર માન્યો હતો.નાણાંમંત્રીએ કહ્યું કે હું આ સંકટ દરમિયાન પોતાના તમામ સાથીઓનો આભાર માનુ છું જેમણે આ સંકટ દરમિયાન ઉદારતાપૂર્વક નાણાં ભૌતિક અને ટેકનીકી સહયોગ કર્યો. માલદીવના નાણાં મંત્રીએ ભારત પ્રત્યે આભાર પ્રકટ કરતા કહ્યું કે ભારતે આ સંકટ દરમિયાન ઉદાહરણ રજુ કર્યું છે આ દરમિયાન ભારતે ૨૫૦ મિલિયન અમેરિકી ડોલરની મદદ કરી જે સૌથી મોટી નાણાંકીય મદદ છે.
માલદીવના નાણાં મંત્રી અનુસાર કોવિડ ૧૯ના કારણે તેમના દેશને ખુબ ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે દેશની આર્થિક સ્થિતિ પર ખુબ ખરાબ અસર પડી છે માલદીવની આવકનો સૌથી મોટો સ્ત્રોત પર્યટન પુરી રીતે ઠપ થયો છે જેના કારણે આર્થિક સ્તરે દેશ પાછળ પડી રહ્યો છે અને લોન વધતી જાય છે.
એ યાદ રહે કે આ મહીનાની શરૂઆતમાં ભારતે માલદીવના પાટનગર માલેમાં એક સમારોહ દરમિયાન માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ નાણાં મંત્રી ઇબ્રાહીમ આમેર ભારતીય ઉચ્ચાયુકત સંજય સુધીર અને એસબીઆઇના સીઇઓ ભારત મિશ્રાની હાજરીમાં ઔપચારિક રીતે ૨૫૦ મિલિયન ડોલરની નાણાંકીય સહાયતા આપી હતી.
માલદીવ એક માત્ર એવો દેશ છે જયાં ભારતે કોવિડ ૧૯નો સામનો કરવા માટે આર્થિક સ્તર પર આટલી મોટી મદદ કરી છે. ભારતે માલદીવમાં રેપિડ રેસ્પોન્સ ટીમ મોકલી ૫.૫ ટન દવાઓની ખેપ અનાજ ડુંગળી સહિત ૫૮૦ ટન રાશન મોકલ્યું છે.HS