કોરોનાકાળમાં વિદેશી મુદ્રા ભંડાર ૫૭૪.૫૭ અબજ ડોલરે પહોંચ્યું
દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ૩૧ જુલાઈના રોજ પુરા થયેલા અઠવાડીયા દરમિયાન ૧૧.૯૪ અબજ ડોલરનો શાનદાર વધારો નોંધાયો: રિઝર્વ બેંક
નવી દિલ્હી, કોરોના સંકટ વચ્ચે આર્થિક ગતિવિધિઓ ખુબ ધીમી ઝડપથી ચાલી રહી છે. આર્થિક મોર્ચા પર સળંગ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે દેશનો વિદેશી મુદ્દા ભંડાર સળંગ રાહતના સમાચાર આપી રહ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ જણાવ્યું કે, દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ૩૧ જુલાઈના રોજ ખતમ થયેલા અઠવાડીયા દરમિયાન ૧૧.૯૪ અબજ ડોલરનો શાનદાર વધારો નોંધાયો છે. આ સાથે જ ફોરેક્સ રિઝર્વ ૫૩૪.૫૭ અબજ ડોલરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. દેશનો વિદેશી મુદ્રા ભંડાર અત્યાર સુધીમાં પોતાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે. અથવા એમ કહીએ તો ભારત પાસે પ્રથમ ક્યારે પણ આટલી વિદેશી મુદ્રા ન હતી.
મૌદ્રિક નીતિની જાહેરાત કરતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ગુરૂવારે કહ્યું હતું કે, ૫૩૪.૬ અબજ ડોલરની વિદેશી મુદ્રા ભંડાર ૧૩.૪ મહિનાના આયાત ખર્ચ બરાબર છે. તેમણે કહ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૧ જુલાઈસુધી વિદેશી મુદ્રા ભંડારમાં ૫૬.૮ અબજ ડોલરનો વધારો નોંધાયો છે.
આરબીઆઈ અનુસાર, આ પહેલા ૨૪ જુલાઈએ અંતિમ અઠવાડીયામાં પણ વિદેશી મુદ્રા ભંડાર ૪.૯૯૩ અબજ ડોલરથી વધીને ૫૨૨.૬૩૦ અબજ ડોલર પર પહોંચી ગયો હતો. તો ૫ જૂનના રોજ ખતમ થયેલા અઠવાડીયામાં પહેલી વખત દેશનો વિદેશી મુદ્રા ભંડાર ૫૦૦ અબજ ડોલરના રેકોર્ડ સ્તરથી ઉપર નીકળી ગયો હતો. વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થવાનું કારણ ૩૧ જુલાઈ ૨૦૨૦ના અઠવાડીયામાં ફોરેન કરન્સી એસેટ્સનું વધવું જણાવવામાં આવી રહ્યું છે, જે મુદ્રા ભંડારનો મહત્વનો ભાગ હોય છે. કેન્દ્રીય બેન્કનું કહેવું છે કે, એફસીએ પણ ૧૦.૩૫ અબજ ડોલર વધીને ૪૯૦.૮૩ અબજ ડોલર થઈ ગઈ છે.
તેનાથી સમીક્ષાધીન અઠવાડીયામાં સોનાનો ભંડાર ૧.૫૩ અબજ ડોલર વધીને ૩૭.૬૩ અબજ ડોલર થઈ ગયો છે. તો, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષમાં ભારતનો આરક્ષિત મુદ્રા ભંડાર ૫.૪ કરોડ ડોલર વધીને ૪.૬૪ અબજ ડોલર થઈ ગયો છે. સાથે જ આઈએમએફમાં દેશનો પણ ૧.૨ કરોડ ડોલરની વધીને ૧.૪૮ અબજ ડોલર થઈ ગયો છે. જ્યારે કોરોના વાયરસનો પ્રકોપ શરૂ થયો ત્યારે કેટલાય લોકોએ સરકારને દાન આપ્યું હતું.