કોરોનાકાળમાં સિંગાપોરમાં ૧.૮૨ લાખ લોકોની નોકરી છીનવાઈ
નવીદિલ્હી: સિંગાપોરમાંથી દુનિયાભરના પ્રોફેશનલનો મોહભંગ થવા લાગ્યો છે. કોરોના કાળમાં અહીં આશરે ૧.૮૨ લાખની નોકરી છીનવાઈ છે. એવું કહેવા છે કે, ભારત, બ્રિટન સહિત દુનિયાભરના પ્રોફેશનલે સિંગાપોરને અલવિદા કહી દીધી છે. તેમાંથી અનકે લોકો કડક કોવિડ નિયમો, પ્રવાસ પર પ્રતિબંધો, રસીની અછત અને સ્થાનિકોની નોકરી છીનવવા જેવા આરોપસર સિંગાપોર છોડવું પડ્યું છે.
વેલ્થ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ જિમ શૉર્પ કહે છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં બિમાર પિતાની દેખરેખ માટે હું બ્રિટનમાં માન્ચેસ્ટર ગયો હતો. પરંતુ સિંગાપોર પાછો આવી જ ના શક્યો. પત્ની અને બાળકો સિંગાપોરમાં જ હતા. આ વખતે પણ મારી વિઝા અરજી ફગાવી દેવાઈ. ડેલ્ટા વેરિયેન્ટના કારણે મે મહિનામાં ફરી પ્રવાસના પ્રતિબંધો લંબાવાયા. છેવટે મેં હતાશ થઈને પરિવારને કહ્યું કે, તમે તમારો સામાન પેક કરો અને ઈંગ્લેન્ડ પાછા આવી જાઓ. હું હવે દુબઈ જવાની યોજના બનાવી રહ્યો છું, જ્યાં પ્રોફેશનલને ખુલ્લા હાથે અપનાવે છે.
મૂવર્સ એન્ડ પેકર્સ કંપની સાંતા ફેના મેનેજમેન્ટ ડિરેક્ટર એન્ડમ સ્લોઅન કહે છે કે, સિંગાપોર છોડનારાની સંખ્યા અહીં આવનારાથી વધુ છે. અમારે સિંગાપોર છોડવા ઈચ્છતા લોકોને વધુ સ્લોટ આપવા મહેનત કરવી પડી રહી છે. સિંગાપોરે કોવિડના કારણે કડક નિયમો લાગુ કર્યા, ત્યારે ૬૦ હજાર લોકો વિદેશમાં હતા. તેમાંથી મોટા ભાગના લોકો અહીં પાછા જ ના આવી શક્યા.
તેમાંના એક છે, આઈટી પ્રોફેશનલ વેંકટેશ.તેઓ કહે છે કે, સિંગાપોરમાં સ્થાનિકોનો દુશ્મનીભર્યો વ્યવહાર સહન કરવો પડે છે. બીજી તરફ, બિઝનેસ એનાલિસ્ટ એલન ગિલોરીએ ફ્રાંસ પાછું જવું પડ્યું. તે કહે છે કે, રસીના બુકિંગ માટે સિંગાપોરના ના હોય એવા નાગરિકો ફક્ત એક દિવસ અપાય છે. તેનો અર્થ એ છે કે, સિંગાપોર વિદેશીઓ માટે ફ્રેન્ડલી નથી.
સિંગાપોર વિદેશી શ્રમમાં પોતાની ર્નિભરતા ઘટાડવા પ્રયત્નશીલ છે. માર્ચમાં પૂર્વ મેનપાવર મંત્રી જાેસેફિન ટીઓએ કંપનીઓને સિંગાપોરના મૂળ નિવાસીઓને મજબૂત કરવાનું આહવાન કર્યું હતું. ગયા વર્ષે ઈપી હોલ્ડરની સેલેરી પણ બમણી કરાઈ હતી.
તેનાથી વિદેશી પ્રોફેશનલો માટે કામ શોધવા મહેનત કરવી પડે છે. બ્લેક સ્વાન ગ્રૂપના રિચર્ડ એલ્ડ્રિજ કહે છે કે, ‘જાે તમે કંપનીના ડિરેક્ટર હોવ, તો કામ માટે ઈપી હોલ્ડરને નોકરી પર રાખવા મુશ્કેલભર્યું કામ છે.’ આ કંપનીના ૨૦૧૯ના પ્લેસમેન્ટમાં ૨૫% ઈપી ધારકો હતા, પરંતુ ૨૦૨૧માં એક પણ દિવેશીને જગ્યા ના મળી. ઈપી ઝેરીલું થઈ ચૂક્યું છે.