કોરોનાગ્રસ્ત દંપતીનો ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત

કોટા, કોરોનાની ભયાનક સ્થિતિ વચ્ચે રાજસ્થાનના કોચિંગ શહેર તરીકે જાણીતા કોટા શહેરમાંથી ખૂબ જ દર્દનાક ખબર સામે આવી છે. અહીં કોરોના પોઝિટિવ દંપતીએ આપઘાત કરી લીધો હતો. દંપતીએ એટલા માટે આપઘાત કરી લીધો હતો કે તેમને ડર હતો કે ક્યાંક તેમનું સંક્રમણ તેના પૌત્રને ન લાગી જાય.
આ કારણે બંનેએ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણકારી મળતા જ હાહાકાર મચી ગયો હતો. આ વાત જાણીને દંપતીના પરિવારના લોકો આઘાતમાં સરી પડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ થોડા વર્ષે પહેલા તેના દીકરાને ગુમાવ્યો હતો.
હવે તેઓ ન્હોતા ઈચ્છી રહ્યા કે તેનો પૌત્ર કોરોના બીમારીનો ભોગ બને. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ભગવતસિંહ હિંગડે જણાવ્યું કે, આ બનાવ રવિવારે બન્યો હતો. અહીં રેલવે કૉલોની વિસ્તારમાં પુરોહિત જીની ટાપરીમાં રહેતા હીરાલાલ બૈરવા (ઉ.વ. ૭૫) અને તેમના પત્ની શાંતિ બૈરવા (ઉ.વ.૭૫)નો એક દિવસ પહેલા જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં બંને ચિંતામાં ગરક થઈ ગયા હતા.