Western Times News

Gujarati News

કોરોનાગ્રસ્ત પત્નીનુ ગળુ કાપી નાંખ્યા પછી પતિએ પણ જીવ આપી દીધો

પટણા: બિહારની રાજધાની પટણામાં હૈયુ હચમચી જાય તેવો એક મામલો સામે આવ્યો છે.પટણામાં રહેતા રેલવેના એક સ્ટેશન માસ્ટરે પોતાના બાળકોની સામે કોરોના ગ્રસ્ત પત્નીનુ ગળુ કાપી નાંખ્યુ હતુ અને પછી પોતે એપાર્ટમેન્ટમાંથી મોતનો ભૂસકો માર્યો હતો.

મળતી વિગતો પ્રમાણે સવારે સાત વાગ્યે આ ઘટના બની હતી.પટણા જંક્શન પર તૈનાત અતુલ નામના રેલવે અધિકારી અને તેમની પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.આ દરમિયાન અતુલે પોતાની પત્નીનુ બ્લેડ વડે ગળુ કાપી નાંખ્યુ હતુ.તે વખતે બે બાળકો ત્યાં જ મોજુદ હતા.બાળકોએ બૂમો પાડવા માંડી ત્યારે અતુલે બિલ્ડિંગ પરથી કુદીને આત્મહત્યા કરી હતી.

પોલીસ કઈ બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો તેની તપાસ કરી રહી છે.જાેકે મૃત મહિલા કોરોના પોઝિટિવ પણ હતી.તેના કારણે તબાસમાં અડચણ આવી રહી છે.પોલીસનુ કહેવુ છે કે, પત્ની કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ છેલ્લા બે ત્રણ દિવસથી પતિ અતુલ ઘભરાઈ ગયો હતો.એ પછી સોમવારે સવારે તેણે પત્નીની હત્યા કરી નાંખી હતી.પોલીસે હાલમાં તેમના પરિવારજનોને આ વાતની જાણકારી આપી છે.તેઓ અહીંયા આવશે તે પછી મૃતદેહનો કબ્જાે તેમને સોંપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.