કોરોનાગ્રસ્ત લોકો યોગમાંથી તાકાત મેળવી રહ્યા છે-વડાપ્રધાન
નવીદિલ્હી: આજે ઈન્ટરનેશનલ યોગ દિવસ છે. ત્યારે વિશ્વને યોગનો મંત્ર આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધન કરી રહ્યા છે. અને યોગ વિશે સમજાવી રહ્યા છે જુઓ તેમને લાઈવ’ઘરે બેઠા કરો યોગ, પરિવાર સાથે કરો યોગ’નો દેશવાસીઓને સંદેશ આપશે. પ્રધાનમંત્રી વહેલી સવારે દેશવાસીઓને યોગની સાથે સાથે સંદેશ પણ આપ્યો હતો. કોરોના સામેની લડાઇમાં યોગ અકસીર ઇલાજ હોવાનો દેશવાસીઓને સંદેશ આપ્યો હતો. સાથે સાથે યોગથી થતાં ફાયદા અંગે પણ દેશવાસીઓને સમજાવ્યું હતુ.
વડાપ્રધાન મોદીએ કોરોનાના કાળમાં અનુલો વિલોમ સાથે પ્રાણાયમ કરવા પર ખાસ ભાર આપ્યો છે. તેમણે કહ્યું કે યોગના માધ્યમથી સમસ્યાઓના સમાધાનની વાત, દુનિયાના કલ્યાણની વાત કરી રહ્યા છીએ. કોરના સંકટ સામે પણ યોગા અકસીર ઈલાજ છે.
યોગ દિવસની આપ સૌને શુભેચ્છા. યોગ દિવસ વિશ્વ ભાઇચારાનો સંદેશનો દિવસ છે. કોરોના કાળમાં સમગ્ર વિશ્વ યોગ કરી રહ્યું છે.
લોકોમાં યોગ પ્રત્યેનો ઉત્સાહ વધી રહ્યો છે. આ વર્ષે યોગ એટ હોમ, યોગ વીથ ફેમિલી થીમ છે. હાલમાં સામૂહિક કાર્યક્રમોથી દૂર રહેવું જરૂરી છે. આપણે સૌ ઘરમાં રહીને યોગ કરીએ. બાળકો,વૃદ્વો,મહિલાઓ,યુવાઓ એક સાથે યોગ કરી ઘરમાં ઉર્જાનો સંચાર કરે. કોરોનાને કારણે લોકો યોગની ગંભીરતા જાણે છે. ઇમ્યુનિટી મજબૂત હોય તો બિમારીને દૂર કરવામાં મદદ થાય છે.
કોરોનાના દર્દીઓ યોગનો સહારો લઇ રહ્યાં છે. યોગથી આત્મવિશ્વાસ અને મનોબળ મજબૂત થાય છે. સંકટનો સામનો કરી જીતવા માટેની તાકાત યોગથી મળે છે. તમામ પરિસ્થિતિમાં અડગ રહેવું એ જ યોગ છે. યોગથી મુશ્કેલીઓ સામે લડવાની આત્મશક્તિ વધે છે. કામ એકાગ્રતાથી કરવું એ પણ એક યોગ છે. ઊંઘવા અને જાગવાની સારી આદત પણ યોગ છે. યોગને પોતાના જીવનો ભાગ બનાવવો જોઇએ.