કોરોનાથી ત્રણ કરોડ લોકોથી વધુ લોકો ગરીબી અને નીચલા સ્તર પર ચાલ્યા જશે

સંયુકતરાષ્ટ્ર, કોવિડ ૧૯ મહામારીથી ઝઝુમી રહેલ વિકાસશીસ અને ગરીબ દેશો માટે વર્તમાન વર્ષ સૌથી ખરાબ પસાર થનાર છે.સંયુકત રાષ્ટ્રના કોન્ફ્રેસ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (યુએનસીટીએડી) ના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.તેમાં કહેવામાં આવ્યું છે કે આ દેશ આ મહામારીની વચ્ચે ત્રણ દાયકામાં સૌથી ખરાબ આર્થિક સ્થિતિનો સામનો કરશે તેમાં કહેવાાં આવ્યું છે કે મહામારી બાદ આ દેશોમાં બેરોજગારી ખુબ વધી જશે અને આવકનું સ્તર સતત ઓછુ થયું છે તેના કારણે આવનારા સમયમાં દુનિયાના લગભગ ૪૭ દેશોમાં ત્રણ કરોડથી વધુ લોકો ગરીબી તરફ નીચલા સ્તર પર ચાલ્યા જશે
રિપોર્ટમાં એક ખુબ ખાસ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે આ દેશોમાં કોરોના મહામારીની શરૂઆતી અસર તોઓછી રહી છે પરંતુ તેની આર્થિક અસર ખુબ વ્યાપક રહી છે.રિપોર્ટમાં ઓકટોબર ૨૦૧૦-ઓકટોબર ૨૦૨૦ની વચ્ચે એવા દેશોની આર્થિક વિકાસ દરનું અનુમાન પાંચ ટકાથી ઓછું કરી ૦.૪ ટકા કરી દેવામાં આવ્યું છે.તેને કારણે અહીંના લોકોની પ્રતિ આવકમાં કમી લગભગ અઢી ટકાની આવવાની આંશકા છે.
રિપોર્ટનું માનવામાં આવે તો એવા ગરીબ દેશ જેની અર્થવ્યવસ્થા કપડા ઘાતુ ખનિજો પર ટકેલી છે તેમને વધુ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે તેના કારણે વિશ્વના બજારમાં તેની કીમતોમાં આવેલ જબરજસ્ત ઘટાડો છે તેના કારણે કયાંકને કયાંક દુનિયામાં વ્યાપ્ત કોરોના મહામારી જ છે.તેવામાં આ દેશોની ઉત્પાદન ક્ષમતા ખતરનાક સ્તર પર આવી જશે સંયુકત રાષ્ટ્રે દુનિયા ખાદ્ય અસુરક્ષાની સાથે સાથે ગરીબીના સ્તર વધવાની ચેતવણી પહેલા જ આપી ચુકયુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એવા ગરીબ દેશોમાં તે લોકતોની સંખ્યામાં જબરજસ્ત નફો જાેવા મળશે જેની આવક દોઢ સો રૂપિયા પ્રતિ દિવસ છે રિપોર્ટમાં ત્રણ ટકાથી વધી ૩૫ ટકા થવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.
જાે કે સંગઠનના મહાનિર્દેશકનું કહેવુ છે કે આ દેશોમાં ખુદને આ આર્થિક તંગીથી બચાવવા માટે તમામ સંસાધનો દાવ પર લગાવી દીધા છે પરંતુ તેમ છતાં તે તેનાથી બહાર આવી શકયા નથી આવામાં આ દેશોને પોતાના પગ પર ઉભા કરવાનો સૌથી મોટો પડકાર બનનાર છે.તેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર આ દેશો માટે મદદ કરવાનું આહ્વાન કર્યું છે.HS