Western Times News

Gujarati News

કોરોનાથી થયેલા મોતની જે સંખ્યા બતાવવામાં તે ઓછી છે : WHO

જીનેવા: કોરોના મહામારીના લીધે મોતનો જે આંકડો અત્યારે સામે આવ્યો છે, હકિકતમાં તસવીર વધુ ખૌફનાક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)એ કહ્યું કે ૨૦૨૦ માં દુનિયાભરમાં કોવિડ-૧૯ થી ઓછામાં ઓછા ૩૦ લાખ લોકોના મોતનું અનુમાન છે, જે મૃતકોની સત્તાવાર સંખ્યા કરતાં બમણી છે. ઉૐર્ં એ કહ્યું કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપથી કોરોના વાયરસથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા ખૂબ ઓછી બતાવવામાં આવી છે.

ડબ્લ્યુએચઓની સહાયક મહાનિર્દેશક સમીરા અસ્માએ કહ્યું કે દુનિયાભરમાં મૃતકોની સંખ્યા બતાવવામાં આવેલા આંકડા કરતાં ઘણી વધુ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાની વિશ્વ સ્વાસ્થ્ય આંકડાકીય રિપોર્ટમાં કહ્યું કે ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી દુનિયાભરમાં આઠ કરોડ ૨૦ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા અને ૧૮ લાખથી વધુ લોકોના મોત થયા હતા, પરંતુ પ્રારંભિક અનુમાનના અનુસાર આ સંખ્યા ખૂબ વધુ છે.

ડબ્લ્યુએચઓએ કહ્યું કે ૨૦૨૦ માં કોવિડ-૧૯ વડે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે ઓછામાં ઓછા ૩૦ લાખ લોકોના મોતનું અનુમાન છે, જે દેશો દ્વારા બતાવવામાં આવેલા સત્તાવાર સંખ્યા કરતાં લગભગ ૧૨ વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંગઠનને કોરોના મૃતકોની તાજા સંખ્યા ૩૩ લાખ બતાવવામાં આવી છે. જ્યારે ૨૦૨૦ ના અનુમાન મુજબ જાેવા જઇએ તો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપથી થયેલા મોતની સંખ્યા ઓછી બતાવવામાં આવી છે.

તો બીજી તરફ ડબ્લ્યૂએચઓ પ્રમુખે દુનિયાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જ્યાં સુધી રસીમાં વૈશ્વિક અસમાનતા બની રહેશે, ત્યાં સુધી કોરોનાથી લોકોના મોત થતા રહેશે. તેમણે કહ્યું કે વેક્સીનેશનની ગતિ વધારવાની સાથે-સાથે એ પણ જરૂરી છે કે તમામ દેશો સુધી વેક્સીન પહોંચે. તમને જણાવી દઇએ કે વિશ્વ સ્વાસ્થ્ય મહામારી વચ્ચે સંગઠન આગામી અઠવાડિયે ૭૪મી વિશ્વ સ્વાસ્થ્ય સભાનું આયોજન કરવાને તૈયારી કરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.