કોરોનાથી બચવા માટે કેટરીનાએ PPE કિટ પહેરી
મુંબઈ: કોરોના મહામારી પહેલા સૌ કોઈ ડર રાખ્યા વગર મુક્ત મને ટ્રાવેલિંગ કરતું હતું. પરંતુ હવે મહામારીની વચ્ચે મુસાફરી કરવી અઘરી થઈ ગઈ છે. ટ્રાવેલિંગ દરમિયાન પણ ક્યાંક કોરોનાનો ચેપ ન લાગી જાય તેવો ભય રહે છે. આવું જ કંઈક બોલિવુડના સેલેબ્સ સાથે પણ થઈ રહ્યું છે. શૂટિંગના કારણે સૌથી વધારે ટ્રાવેલિંગ તેમને કરવું પડતું હોય છે.
મહામારીના કારણે તેઓ પણ હવે સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખી રહ્યા છે. કેટરીના કૈફે પણ કંઈક આવું જ કર્યું છે. હાલમાં જ તે એરપોર્ટ પર સ્પોટ થઈ હતી.
કેટરીનાએ પીપીઈ કિટ સાથેનો લૂક સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યો છે
જ્યાં તે પીપીઈ કિટમાં જોવા મળી. કેટરીનાએ પીપીઈ કિટ સાથેનો લૂક સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘સૌથી પહેલા સુરક્ષા, આમ તો આઉટફિટ એટલુ પણ ખરાબ નથી’. પીપીઈ કિટની સાથે તેણે ફેસ માસ્ક અને ફેસ શીલ્ડ પણ પહેર્યું છે. કેટરીનાની આ પોસ્ટ પર લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. હેર સ્ટાઈલિસ્ટ અમિત ઠાકુરે તસવીરને હોટ કહી છે.
ફેન્સે પણ કેટરીના કૈફના આ ફોટોના વખાણ કર્યા છે.
તો સેલિબ્રિટી ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર યાસ્મિન કરાચીવાલાએ કેટની આ તસવીરને હોટ કહી છે અને સાથે જ ફોટો ક્રેડિટ પણ માગી છે. તેથી આ તસવીર તેણે ક્લિક કરી હોવાનું લાગી રહ્યું છે. ફેન્સે પણ કેટરીના કૈફના આ ફોટોના વખાણ કર્યા છે. એક ફેને લખ્યું છે કે, આઉટફિટ ખરાબ નથી કારણ કે તું ખરાબ નથી.
કેટરીના આગામી સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે.
તો એક ફેને વળી કહ્યું કે, ભારતની પહેલી ફિમેલ સુપરહીરો. વર્કફ્રંટની વાત કરીએ તો, કેટરીના આગામી સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે. જેની ઓપોઝિટમાં અક્ષય કુમાર છે. અક્ષય કુમાર અને કેટરીના કૈફ સિવાય ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગણ પણ જોવા મળશે. આ સિવાય તે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે ‘ફોન ભૂત’માં કામ કરી રહી છે.