Western Times News

Gujarati News

કોરોનાથી મરનાર વિદ્યાર્થીને મરણોપરાંત PhD ડિગ્રી અપાશે

Files Photo

અમદાવાદ: કોરોનાએ ગુજરાતમા અનેક લોકોનો જીવ લીધો છે. જેમા આશાસ્પદ વિદ્યાર્થીઓનો પણ સામેલ છે. અનેક જુવાનજાેધ યુવક-યુવતીઓનો કોરોનામાં જીવ ગયો છે. કોરોનાથી મૃત્યુ પામેલા આવા જ એક વિદ્યાર્થીને સરદાર પટેલ યુનિવર્સિટીએ મરણોપરાંત પીએચડીની ડિગ્રી આપવાનો ર્નિણય કર્યો છે. યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલીવાર આવો ર્નિણય કરાયો છે. કોરોનાને કારણે મુકેશ ચૌબે નામના યુવકનું ગત ૨૩ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ મૃત્યુ થયું હતું. મુકેશ ચૌબે અલ્પેશ.એન.પટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ સંસ્થાનો વિદ્યાર્થી હતો. તે બાયો ટેકનોલોજી વિભાગમાં પીએચડી કરી રહ્યો હતો.

દરિયાઈ લીલ અને શેવાળમાં મળતાં પ્રોટીન ઉપરથી મળતાં હાઈકોબીલીન પ્રોટીન ઉપર રિસર્ચ કરી રહ્યો હતો. જે માનવીની નર્વસ સિસ્ટમ, ચેતાતંતુ અને અલઝામયર જેવા રોગ સામે રક્ષણ આપે છે. જે પ્રમાણિત થયું હતું. ૨૦૧૪ થી તેની પીએચડી ચાલી રહી હતી. મુકેશ ચૌબેની પીએચડી આ વર્ષે પૂરી થવાની હતી.

તેના થીસીસ સબમીટ થઈ ગયા હતા. માત્ર વાયવા જ બાકી હતો. પરંતુ તે પહેલા જ કોરોનાની પહેલી લહેરમા તેનુ મોત નિપજ્યું હતી. ત્યારે હવે યુનિવર્સિટીએ મુકેશ ચૌબેની મરણોપરાંત પીએચડી ડિગ્રી આપવાનુ નક્કી કર્યું છે. તેના ગાઈડ પ્રો. ડો.નીરજકુમાર સિંહે યુનિવર્સિટીને મરણોપરાંત પીએચડી માટે તેના પેપર્સ રજૂ કર્યા હતાં. જેને યુનિવર્સિટીએ માન્ય રાખ્યા છે. આમ, મુકેશ ચૌબેનું પીએચડીનું સપનુ પૂરુ થયુ હતું. આ જાણી તેના માતાપિતાના આંખમાંથી આસુ સરી પડ્યા હતા. પોતાના મૃત દીકરાને પીએચડી થતા જાેવાનુ સપનુ તો પૂરુ ન થઈ શક્યુ, પણ તેમને તેની ડિગ્રી મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.