દેશમાં કોરોનાથી સૌથી ઉંચો મૃત્યુદર અમદાવાદમાં
અમદાવાદમાં કોરોના સંક્રમણ બેકાબૂ થયું છે. હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે. તેવામાં કોરોનાના કેસના સાચા આંકડા કયા છે તે મામલે સવાલો ઉઠ્યા છે. કેમ કે કોર્પોરેશન અને સરકારના આંકડા ખોટા હોવાનું સામે આવી રહ્યું છે.
કોર્પોરેશન મુજબ દિવસના 280 થી 290 કેસ દર્શાવાય છે. પરંતુ માત્ર બી.જે.મેડિકલ કોલેજમાં જ દિવસના 120થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ આવે છે. રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદ શહેરમાં થયા છે. જે ચિંતાજનક છે.
અમદાવાદમાં અત્યાર સુધીમાં 1,968 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. દેશના પાંચ શહેરોના મૃત્યુદર જોઇએ સૌથી વધુ 4.1 ટકા મૃત્યુદર અમદાવાદ શહેરમાં છે. ત્યારબાદ બીજા ક્રમે મુંબઇ આવે છે. મુંબઇમાં 3.9 જ્યારે ત્રીજા ક્રમે કોલકતા છે.
જેનો મૃત્યુદર 2.5 ટકા છે. જ્યારે દેશના કુલ મૃત્યુઆંકમાં ગુજરાત ચોથા સ્થાને છે. દેશમાં કોરોનાના દર્દીનો સરેરાશ મૃત્યુદર 2.4 ટકા છે, જ્યારે ગુજરાતમાં મૃત્યુદર 4.2 ટકા છે. જ્યારે ગુજરાત બાદ મહારાષ્ટ્ર 3.6%ના મૃત્યુદર સાથે બીજા ક્રમે છે.