કોરોનાથી મૃત્યુ પામેલી મહિલાનો પરિવાર મૃતદેહ લઈ ૪ કલાક ફર્યો
અમદાવાદ, ગુજરાતમાં ફરી એવો સમય આવી ગયો છે, જ્યા હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે અને સ્મશાનોમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કારો માટે લાંબી લાઈનો પડી રહી છે. કોરોનાએ ઉથલો મારતા કોરોનાના કિસ્સાઓ ફરી કાને પડી રહ્યા છે કે.
ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં કોરોનાગ્રસ્ત એક મહિલાના અંતિમ સંસ્કાર માટે તેના પરિવારજનોને લાંબી રઝળપાટ કરવી પડી હતી. સ્મશાન ગૃહોમાં વેઈટિંગ હોવાથી એક પતિ પત્નીની અંતિમ વિધિ માટે ચાર કલાક શહેરના અલગ અલગ સ્મશાન ગૃહોમાં ફર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, રેલવે કર્મચારી સુરેન્દ્ર ડોંગરેના પત્નીનું સોમવારે સાંજે કોરોનાથી મોત નિપજ્યું હતું. તેમના ૫૦ વર્ષીય પત્ની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. જેના બાદ સોમવારે તેમનુ મોત નિપજ્યું હતું. ત્યારે તેમનો તેમનો પરિવાર હોસ્પિટલની નજીક આવેલ સીએનજી અથવા ઈલેક્ટ્રીક સ્મશાનમાં અંતિમવિધિ માટે લઈ જવામાં આવે છે.