Western Times News

Gujarati News

કોરોનાથી મોત થાય તો મૃતકના પરિવારને ૫૦ હજારની સહાય મળશે

નવીદિલ્હી, કોરોનાથી મોત થવા પર પરિજનોને ૫૦ હજાર રૂપિયાનું વળતર મળશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની યોજના પર મહોર લગાવી દીધી છે. કોર્ટે સોમવારે ગાઈડલાઈન બહાર પાડી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વળતર રાજ્યોની સહાય આપવાની અન્ય યોજનાથી અલગ હશે.

આ વળતર ભવિષ્યમાં થનારા મોત ઉપર પણ લાગૂ રહેશે. તેની ચૂકવણી રાજ્ય આફત રાહત કોષમાથી કરાશે. કોર્ટે કહ્યું કે લાભાર્થીનું પૂરેપૂરું વિવરણ પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વળતર અરજી જમા કરવા અને મૃત્યુના કારણેને કોવિડ૧૯ના સ્વરૂપમાં પ્રમાણિત થયાના ૩૦ દિવસની અંદર આપવામાં આવે. કોઈ પણ રાજ્ય મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોવિડ-૧૯ નથી તે આધારે ૫૦,૦૦૦ રૂપિયાના લાભથી ઈન્કાર કરી શકશે નહીં.

જિલ્લાધિકારીઓએ મોતના કારણોને ઠીક કરવા માટે ઉપચારાત્મક પગલાં લેવા પડશે. જિલ્લા સ્તરીય સમિતિનું વિવરણ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રકાશિત કરવામાં આવશે. ભવિષ્યમાં કોવિડથી થનારા મોત પર ૫૦,૦૦૦ રૂપિયાની સહાય ચાલુ રાખવામાં આવશે. કોવિડ થયાના ૩૦ દિવસની અંદર આત્મહત્યા કરનારાઓને પણ વળતર મળશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.