કોરોનાથી યુપીના રાજયમંત્રી હનુમાન પ્રસાદનું નિધન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
લખનૌ: કોરોનાના મારથી યુપીની તમામ સિસ્ટમ ધ્વસ્ત થઇ ગઇ છે.સામાન્ય હોય કે ખાસ કોઇ તેની ચપેટમાં આવવાથી બચી શકયા નથી.નવા ધટનાક્રમમાં રાજયના રાજયમંત્રી હનુમાન પ્રસાદ મિશ્રનું સંક્રમિત થયા બાદ નિધન થઇ ગયું છે.
લખનૌ કોરોના સંક્રમણના સૌથી ખરાબ દૌરમાંથી પસાર થઇ રહ્યું છે શહેરની હોસ્પિટલમાં બેડની સંખ્યા માત્ર પાંચ હજારની આસપાસ છે. જયારે એકિટવ દર્દીઓની સંખ્યા ૫૦ હજાર સુધી પહોંચી ગઇ છે. દર્દીઓને ન તો કોવિડ કમાંડ સેટરથી મદદ મળી રહી છે અને ન તો હેલ્પલાઇન પર કોઇ સાંભળનાર છે.લોકો નારાજગી વ્યકત કરી રહ્યાં કોઇ પોતાના પિતાને બચાવવાની વિનંતી કરી રહ્યું છે તો કોઇ પોતાના બાળકોને ઓકસીજન વગર તડપી રહ્યાં છે. દરેક તરફ શોરબકોર મચેલો છે પરંતુ કોઇનો અવાજ સાંભળવા કોઇ હાજર નથી
એક રિપોર્ટ અનુસાર શહેરમાં કોરોના સંક્રમિતો માટે ૪૯૧૮ બેડ છે તેમાં ૨૯૩૪ આઇસોલેશન ૧૭૩૧ એચડીયુ અને ૯૬૩ આઇસીયુ બેડ છે આ વચ્ચે શહેરમાં રોજ પાંચ હજારથી વધુ દર્દી સામ આવી રહ્યાં છે હાલમાં ૫૦,૯૬૪ સક્રિય દર્દી છે. એટલે કે સક્રિય દર્દીઓની સંખ્યા બેડોથી અનેક ગણી વધારે છે સરકાર મૃત્યુના આંકડા છુપાવી રહી હોવાનો આરોપ પણ લગાવાયો છે. લોકોનું કહેવુ છે કે એક લોકો મરી રહ્યાં છે