કોરોનાથી વિશ્વમાં માત્ર ૧૬૬ દિવસોમાં ૨૦ લાખ લોકોનાં મોત થયા
નવીદિલ્હી: ચીન દ્વારા ફેલાયેલા કોરોનાવાયરસથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. આ જીવલેણ વાયરસે ધરતી પર સૌથી મોટોો કહેર વરસાવ્યો છે. આ મહામારીમાં દૈનિક હજારો લોકોનાં મોત થયા છે. આ દરમ્યાન, કોવિડ-૧૯ ની ત્રીજી લહેરે ઘણા દેશોમાં પ્રવેશ કરી દીધો છે, તેથી ભારત જેવા ઘણા દેશોમાં કોરોનાની ત્રીજી લહેરનો ભય છે.
સમગ્ર વિશ્વમાં કોરોનાથી મૃત્યુઆંક ૪૦ લાખને વટાવી ગયો છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે મોટાભાગનાં દેશોમાં લોકોને કોરોના વિનાશથી બચાવવા માટે મોટા પાયે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. તેમ છતાં, કોરોના વાયરસનાં નવા-નવા વેરિઅન્ટ જાેવા મળતા લોકોમાં ભય પેદા થયો છે. તાજેતરમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે વિશ્વ માટે ચિંતા ઉભી કરી છે. સમાચાર એજન્સી રોઈટર્સનાં જણાવ્યા અનુસાર દુનિયામાં મૃત્યુઆંક ૪૦ લાખને વટાવી ગયો છે. કોરોના વાયરસથી થતાં મૃત્યુને ૨૦ લાખ સુધી પહોંચવામાં એક વર્ષ લાગ્યું, પરંતુ મૃત્યુની સંખ્યા ૪૦ લાખ સુધી પહોંચવામાં માત્ર ૧૬૬ દિવસ લાગ્યાં. વિશ્વનાં પાંચ એવા દેશ છે જ્યાં કુલ આંકડાની ૫૦ ટકા મોત થઇ છે. તેમાંથી અમેરિકા, બ્રાઝિલ, ભારત, રશિયા અને મેક્સિકો મોખરે છે. જ્યારે પેરુ, હંગેરી, બોસ્નીયા, ચેક રિપબ્લિક અને જિબ્રાલ્ટરમાં મૃત્યુઆંક સૌથી વધુ છે.
બોલિવિયા, ચિલી અને ઉરુગ્વેની હોસ્પિટલોમાં ૨૫ થી ૪૦ વર્ષની વયે મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ દેખવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રથમ લહેર પછી બીજી લહેરમાં યુવકોને વધુ ચેપ લાગ્યો છે. વળી બ્રાઝિલનાં સાઓ પાઉલોમાં આઇસીયુમાં રહેતા ૮૦ ટકા દર્દીઓમાં કોરોના ચેપ છે. બ્રાઝિલ અને ભારત એવા દેશો છે જ્યાં સાત દિવસની સરેરાશ પર દૈનિક સૌથી વધુ મૃત્યુ નોંધાઇ છે.
વધતી જતી મૃત્યુને કારણે વિકાસશીલ દેશોનાં લોકો પણ અંતિમ સંસ્કાર કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અત્યારે અંતિમ સંસ્કાર અને મૃતદેહને દફન કરવા માટે જગ્યાની તીવ્ર અછત છે. ત્યારે હવે મોટી સંખ્યામાં લોકો વેક્સિન લે તો આ મહામારીથી બચી શકાય છે. દુનિયામાં તમામ લોકો જાે વેક્સિન લઇ લે છે પછી શું આ મહામારીને આપણે હરાવી શકીશું ખરા જાેવાનુ રહેશે?