કોરોનાથી સંક્રમિત થનારા લોકોને ભીડનો ડર લાગે છે!
રાજકોટ: વર્તમાનપત્ર અને ટીવીમાં જાેઈએ છીએ કે લોકો પ્રવાસના સ્થળે ઉમટી પડ્યા છે અને લોકોએ ભેગા થવાનું શરૂ કર્યું છે. જેના ઘરમાં લોકોએ કોરોના ભોગવ્યો અને કોઈનું મૃત્યુ થયું તે પરિવારનું દર્દ અલગ છે. તેઓ આજે પણ ભયના ઓથાર હેઠળ જીવતા હોય છે. ગુગલ ફોર્મના માધ્યમ દ્વારા એવા લોકો પાસેથી જેમના ઘરમાં કોરોના આવ્યો હોય અથવા કોઈનું મૃત્યુ થયું હોય તેવા લોકો પાસેથી માહિતી એકઠી કરવા માટે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવીએ ડો. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં ગુગલફોર્મ દ્વારા ૬૨૧ લોકો પાસેથી માહિતી એકઠી કરી. પ્રશ્નો જે પૂછવામાં આવ્યા હતા તે નીચે મુજબ હતા
ગ્રીક ભાષામાં ડેમો એટલે ભીડ અને ફોબિયા એટલે ડર. ડેમોફોબિયા એટલે ભીડનો ભય. જેને બીજા એન્કોલોફોબિયાના નામ થી પણ ઓળખાય છે. હાલ કોરોના કાળ ઘણા લોકો ડેમોફોબિયા એટલે કે ભીડના ભયનો ભોગ બન્યા છે. આ ફોબિયા થી પીડાતા લોકો ભીડ અથવા લોકોને જાેઈ ને અકારણ અને અતાર્કિક ભય નો અનુભવ કરે છે ઉપરાંત ભીડ ને જાેઇને ચિંતાનો અનુભવ કરે છે. ડેમોફોબિયા ની પ્રતિક્રિયા શારીરિક તેમજ માનસિક બંને જાેવા મળે છે. ડેમોફોબિયા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય શકે છે જેમકે, કોઈ ઘટના કે બનાવ, મગજના રસાયણોમાં ખામી વગેરે. હાલના સમયે કોરોના જેવા રોગના કારણે લોકો, લોકો થી દૂર થયા છે.
લોકો સાથે મળવાથી કે વધારે લોકો ને જાેઈ ને ઘણા લોકોને ચિંતા નો કે ગભરામણ નો અનુભવ થાય છે જેથી ઘણા લોકો આ સમયે ડેમોફોબિયા નો ભોગ બન્યા છે. છેલ્લા દોઢ વર્ષ થી ઘણા લોકો કોરોના ને કારણે આખો દિવસ ઘરમાં રહેતા થયા છે, ઘરે બેસીને કામ કરતા થયા છે, બાળકો શાળાએ જતા કે શેરીમાં રમવા જતા અટકી ગયા છે અને ઘરમાં પુરાયા છે. વૃદ્ધો જે પોતાની ઉંમરના લોકો સાથે બેસીને સત્સંગ કરતા કે મંદિરે જતા એ પણ ઘરમાં પુરાયા છે.
ગૃહિણીઓ પણ જે પોતાની સહેલીઓ કે પરિવાર સાથે બહાર જતી તેના બદલે ઘરમાં પુરાઈ ગઈ છે. આ બધી બાબતો ડેમોફોબિયા ને પ્રેરે છે. આ સિવાય ટેલિવિઝન, સોશિયલ મીડિયા, મેગેઝિન, ન્યુઝ પેપર, ફોનની કલરટયુન માં, રસ્તાઓ પરના સ્પિકરોમાં વગેરે જગ્યાઓ એ સતત સોશિયલ ડિસ્ટન્સ ના નિયમ ને પાલન કરવાનો સંદેશ મળે છે ઉપરાંત વધારે લોકો ભેગા થાય તો તેની સજા આપવામાં આવે છે વગેરે બાબતોની ઊંડી અસર મગજ પર પડે છે જે ડેમોફોબિયા જેવા અસાધારણ અને અતાર્કિક ભયને પ્રેરે છે.