Western Times News

Gujarati News

કોરોનાથી સતત પાંચમાં દિવસે ૧૦૦થી વધુના મોત

Files Photo

નવીદિલ્હી,  દેશના પાટનગર દિલ્હીમાં કોરોનાનો પ્રકોપ અટકવાનું નામ લઇ રહ્યો નથી દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર અહીં ગત પાંચ દિવસોથી સતત ૧૦૦થી વધુ લોકોના સંક્રમણથી મોત થઇ રહ્યાં છે દિલ્હીમાં હાહાકાર મચેલ છે મંગળવારે પણ પાટનગરમાં ૬,૨૨૪ નવા મામલા સામે આવ્યા છે જયારે ૧૦૯ લોકોનો જીવ ગયો છે.
મંગળવારે લગભગ ૬૦ હજારથી વધુ લોકોની તપાસ કરવાાં આવી છે. એમ્સના નિર્દેશક ડો રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોવિડ ૧૯નો સામનો કરવા માટે એક ટીમની જેમ કામ કરવું પડશે તેમણે કહ્યું કે પ્રત્યેક સંક્રમિત મામલાના સંપર્કો શોધી તેમને સમયસર તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવાની છે તેમણે કહ્યું કે અમે આ કાર્યને ગંભીરતાની સાથે કરવું જાેઇએ જેથી આ મહામારીને રોકવામાં આપણે સફળ થઇએ.

પાટનગરમાં છેલ્લા બે દિવસથી સતત ૨૧૨ લોકોના મોત નિપજયા છે ગત દસ દિવસોમાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને આ હિસાબથી એક દિવસમાં ૧૦૦ મોતની સરેરાશ સામે આવી છે.સ્થિતી એ છે કે કબ્રસ્તાનમાં મૃતદેહની જગ્યા બચી નથી આઇટીઓની પાસે દિલ્હીનું સૌથી મોટું કબ્રસ્તાન છે ત્યાં શબોને દફનાવવા માટે ૨ ગજ જમીન પણ ઓછી પડી રહી છે.દિલ્હીમાં ડેથ રેટ ૧.૫૯ ટકા છે જયારે પોઝીટીવિટી રેટ ૧૦.૧૪ પર પહોંચી ગયો છે રાજધાનીમાં પહેલીવાર આરટી પીસીઆર ટેસ્ટની સંખ્યા નવી ઉચાઇ પર પહોંચી ગઇ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.