કોરોનાથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 40 લાખને પાર
ભારત સતત બે દિવસથી ખૂબ મોટા પ્રમાણમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાવી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં 82000થી વધુ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 82,961 સક્રિય કેસ કોવિડમાંથી મુક્ત થયા છે.
ખૂબ વધુ પ્રમાણમાં સાજા થયેલા દરદીઓની સંખ્યાના પરિણામે રાષ્ટ્રીય સાજા થવાનો દર તેના વધતા વળાંકને અનુસરવાનું ચાલુ રાખ્યું છે. આજે તે 78.64% છે.
40 લાખથી વધુ (40,25,079) દર્દીઓ અત્યાર સુધી સ્વસ્થ થયા છે. સક્રિય કેસ કરતાં સાજા થયેલા કેસ આજે 3૦ લાખથી વધુ (30,15,103) થઈ ગયા છે અને તે સક્રિય કેસ કરતાં ચાર ગણા થઈ ગયા છે.
આ ઉચ્ચ સ્તરની સાજા થયેલા કેસની સંખ્યાના પરિણામે પાછલા 30દિવસમાં સાજા થયેલા કેસની સંખ્યામાં 100% વધારો થયો છે.
નવા સાજા થયેલા કેસની સંખ્યામાં પાંચમા ભાગનું યોગદાન મહારાષ્ટ્ર (17,559) એ આપ્યું છે (21.22%) જ્યારે આંધ્ર પ્રદેશ (10,845),કર્ણાટક (6580), ઉત્તર પ્રદેશ (6476) અને તામિલનાડુ (5768) એ નવા સાજા થયેલા કેસમાં 35.87% યોગદાન આપ્યું છે.
આ રાજ્યો મળીને કુલ નવા સાજા થયેલા કેસની સંખ્યાના 57.1%છે.
આજની તારીખે દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 10 લાખ (10,09,976) ને વટાવી ગઈ છે.
સક્રિય કેસના અડધા (48.45%) કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ આ 3 રાજ્યોમાં કેન્દ્રિત છે; ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ રાજ્યો સાથે મળીને, આ 5 રાજ્યો કુલ સક્રિય કેસમાં લગભગ 60%યોગદાન આપે છે.
છેલ્લા 24 કલાકમાં 1132 મૃત્યુ નોંધાયા છે. મૃત્યુદરના 474 નવા કેસ સાથે, મહારાષ્ટ્રમાં નવા મૃત્યુઓમાં 40% કરતા વધુનો સમાવેશ થાય છે. નીચેના ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ (86), પંજાબ (78), આંધ્રપ્રદેશ (64), પશ્ચિમ બંગાળ (61) એ છેલ્લા 24 કલાકમાં 25.5% મૃત્યુ થયા હતા.