કોરોનાથી સાજા થયેલ દર્દીઓમાં એન્ટિબોડી મજબૂત

Files Photo
નવી દિલ્હી, કોરોના વાયરસના લક્ષણો વાળા મોટા મોટા ભાગના દર્દીઓમાં આ રોગને મહંત આપવાની સાથે તેમને શરીરમાં મજબૂત એન્ટિબોડી બની જાય છે. જે ઓછામાં ઓછા 5 મહિના સુધી રહે છે. આ વાતની જાણકારી એક નવા રિસર્ચમાં સામે આવી છે. આ રિસર્ચ મુજબ શરીરની આ પ્રતિરોધક પ્રતિક્રિયાને કારણે કોરોના વાયરસથી ફરીથી સંક્રમિત થવાનો ખતરો ઘણોખરો ખતમ થઇ જાય છે.
જર્નલ ઓફ સાયન્સમાં છપાયેલ એક રિસર્ચ મુજબ એન્ટિબોડીની પ્રતિક્રિયાનો સંબંધ શરીર દ્વારા સાર્સ-સીઓવી-2 વાયરસને પ્રભાવહીન કરવાને લઈને છે, જેનાથી સંક્રમણ ફેલાય છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ અમેરિકા સ્થિત માઉન્ટ સિનાઇ હોસ્પિટલમાં કાર્યરત અને રિસર્ચ પેપરના લેખક ફ્લોરિન ક્રેમરે જણાવ્યું કે કેટલાંક સમાચાર આવ્યા છે કે વાયરસથી સંક્રમણની પ્રતિક્રિયામાં બનેલ એન્ટિબોડી જલ્દી ખતમ થઇ જાય છે. પરંતુ અમે તેના પાર અભ્યાસ કર્યો તો પરિણામો તેનાથી સૌ ઉલ્ટા મળ્યા.