કોરોનાનાં કેર વચ્ચે ક્રિષ્ના શ્રોફ BF એબન હાયમ્સને મળવા પહોંચી ઓસ્ટ્રેલિયા
મુંબઈ: છેલ્લા ઘણાં દિવસોથી લોકડાઉનને કારણે ઘરમાંને ઘરમાં રહેલી ક્રિષ્ના શ્રોફ હવે ઘરની બહાર નીકળી છે. તે માત્ર ઘરની જ નહીં દેશની બહાર નીકળી છે અને ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે.
ક્રિષ્નાએ લખ્યુ છે કે, એબન હાયમ્સની સાથે કોરંટાઇનમાં સમય વિતાવી રહી છું. ક્રિષ્ના અને એબન છેલ્લા ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. અને ક્રિષ્નાએ આ વાત ક્યારેય છુપાવી નથી. ક્રિષ્નાની સાથે અહીં તેની ખાસ મિત્ર પણ છે. તેઓ અહીં સાથે સમય વિતાવી રહ્યાં છે ક્યારેક બીચ પર તો ક્યારેક તેઓ ખુલ્લી જગ્યામાં આનંદ ઉઠાવતા નજર આવે છે. ક્રિષ્ના ઓસ્ટ્રેલિયા તેનાં બોયફ્રેન્ડ એબન હાયમ્સને મળવાં પહોંચી છે. આ માહિતી ખુદ ક્રિષ્નાએ તેનાં ઈન્સ્ટાગ્રામ પેજ પર આપી છે.