કોરોનાનાં ત્રીજા વેવને ખાળવા જર્મનીમાં ૧૮ એપ્રિલ સુધી લોકડાઉન
નવીદિલ્હી: જર્મનીમાં કોરોના વાયરસના સંક્રમણના પ્રસારને રોકવા માટે લોકડાઉનને મધ્ય એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે. આ સાથે, ઇસ્ટર પર ઘણા નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે અને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.દેશના ૧૬ રાજ્યોના રાજ્યપાલો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંગળવારની લાંબી વાતચીત બાદ, ચાન્સેલર એન્જેલા મર્કેલે કહ્યું કે અગાઉ ૨૮ માર્ચ સુધી લાદવામાં આવેલી પ્રતિબંધો ૧૮ એપ્રિલ સુધી ચાલુ રહેશે.
બ્રિટનમાં જાેવા મળતા કોરોના વાયરસના ફાટી નીકળ્યા પછી જર્મનીમાં ચેપ વધ્યો છે અને દરરોજ નોંધાયેલા કેસની સંખ્યા યુ.એસ. કરતા વધી ગઈ છે.મર્કેલે બર્લિનમાં કહ્યું, “અમે એક નવા પ્રકારનાં રોગચાળાનો સામનો કરી રહ્યા છીએ.”તેમણે કહ્યું, ” આપણે નવા વાયરસ સામે લડત આપી રહ્યા છીએ જે પહેલા જેવું જ છે પરંતુ તે સ્વભાવથી અલગ છે. તે વધુ જીવલેણ અને ચેપી છે અને લાંબા સમય સુધી તે આક્રમક બનીને રહી શકે છે. ” ઇસ્ટર હોલીડેના પાંચ દિવસ પણ ઘરની બહાર ન નીકળવા માટે દેશવાસીઓને ચેતવવામાં આવ્યા છે.