કોરોનાના એકટિવ કેસ ઘટી ૯ લાખ ૭ હજાર,૨૪ કલાકમાં ૭૨ હજાર નવા કેસ
નવીદિલ્હી, ભારતમાં કોરોના સંક્રમણના નવા મામલાની સંખ્યામાં વધારો જારી છે પરંતુ સાથે જ એકિટવ કેસની સંખ્યામાં સતત ઘટાડો પણ જારી છે.નવા સંક્રમણથી વધુ ઠીક થનારા લોકોની સંખ્યા વધી રહી છે. દેશમાં ગત ૨૪ કલાકમાં ૭૨,૦૪૯ નવા કોરોના મામલા દાખલ થયા છે અને ૮૨,૨૦૩ દર્દી ઠીક થયા છે જાે કે ૯૮૬ દર્દીના જીવ પણ ચાલ્યા ગયા છે.
આરોગ્ય મંત્રાલયના નવા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા ૬૭ લાખ ૫૭ હજાર થઇ ગઇ છે તેમાંથી એક લાખ ૪ હજાર લોકોના મોત નિપજયાં છે.એકિટવ કેસની સંખ્યા ઘટી ૯ લાખ ૭ હજાર થઇ ગઇ અને કુલ ૭૫ લાખ ૪૪ હજાર લોકો ઠીક થઇ ચુકયા છે.સંક્રમણના એકિટવ કેસની સંખ્યાની સરખામણીમાં સ્વસ્થ થયેલ લોકોની સંખ્યા લગભગ છ ગણી વધુ છે.
આઇસીએમઆર અનુસાર છ ઓકટોબર સુધી કોરોના વાયરસના કુલ ૮,૨૨,૭૧,૬૫૪ સેંપલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી ૧૧,૯૯,૮૫૭ સેંપલની ટેસ્ટિંગ ગઇકાલે કરવામાં આવી હતી પોઝિટિવિટી રેટ લગભગ સાત ટકા છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે મહારાષ્ટ્ર બાદ આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ એકિટવ કેસ છે એકિટવ કેસ મામલામાં દુનિયામાં ભારત બીજા નંબર સ્થાન પર છે કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબથી ભારત દુનિયાનો બીજાે સૌથી વધુ પ્રભાવિત દેશ છે મોતના મામલામાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતનો નંબર આવે છે.
રાહતની વાત છે કે મૃત્યુ દર અને એકિટવ કેસ રેટમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે મૃત્યુ દર ઘટી ૧.૫૪ ટકા થઇ ગયો છે આ ઉપરાંત એકિટવ કેસ જેની સારવાર ચાલે છે તેમના દર પણ ઘટી ૧૪ ટકા થઇ ગયા છે આ સાથે જ રિકવરી રેટ એટલે કે ઠીક થવાનો દર ૮૪ ટકા પર છે ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.HS