કોરોનાના એક પણ દર્દી નહીં હોવાથી તબીબો ખુશીમાં ગરબા રમ્યા
વડોદરા, ગુજરાતના અનેક જિલ્લાઓ હવે કોરોના મુક્ત થવા તરફ આગળ વધી રહ્યા છે. અનેક જિલ્લાઓ ઝીરો કેસ કેટેગરીમાં આવી ગયા છે. અનેક શહેરોની સરકારી હોસ્પિટલ પણ હવે કોરોનામુક્ત બની રહી છે. ત્યારે હવે આ લિસ્ટમાં સંસ્કારી નગરની હોસ્પિટલનુ નામ સામેલ થયું છે.
વડોદરાની સયાજી હોસ્પિટલ કોરોનામુક્ત બની છે. હોસ્પિટલમાં એક પણ કોરોના દર્દી ન હોવાથી તબીબો અને નર્સિંગ સ્ટાફ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. વડોદરાની સયાજી હોસ્પિટલ કોરોના દર્દી મુક્ત બની છે. બીજી લહેરમાં કોરોનાના કેસ એકદમ ઘટી ગયા છે.
એકપણ કોરોના કેસ ન હોવાથી સયાજી હોસ્પિટલના તબીબો એકઠા થઈ ઉજવણી કરી હતી. હાલ સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી. એક પણ કોરોના કેસ ન હોવાથી તબીબો અને નર્સિંગ સ્ટાફ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
તબીબો અને નર્સિંગ સ્ટાએફ હોસ્પિટલ બહાર ગરબે ઘૂમીને ઉજવણી કરી હતી. વોર્ડમાં એક પણ દર્દી ના હોવાથી તબીબોએ રાહતનો શ્વાસ લીધો હતો. સતત દોઢ વર્ષથી કોરોના વોરિયર કોરોના સામે લડત આપી રહ્યાં છે, આખરે તેમને ઝીરો કેસ પર આવવા સફળતા મળી છે.
આ વિશે એક તબીબે કહ્યું કે, દોઢ વર્ષથી હોસ્પિટલના તમામ કોરોના વોરિયર કોરોના સામે લડી રહ્યા છે. આ દોઢ વર્ષમાં કેટલાક કોવિડ વોરિયર શહીદ થયા તો ૭૦૦ જેટલા વોરિયર્સ પોઝિટિવ આવ્યા હતા. છતા તેઓ હિંમત હાર્યા ન હતા. આજે એક પણ દર્દી નથી.
આનો શ્રેય વડોદરા જિલ્લાની કોવિડ કમિટિને જાય છે. તમામ નર્સિંગ સ્ટાફે આ સાથે જ પ્રાર્થના કરી કે, હવે ત્રીજી લહેર ન આવે. બે વર્ષ બાદ આવી ખુશીનો માહોલ આવ્યો છે. બે વર્ષ સુધી તમામ લોકો લડ્યા છે. આશા છે કે બીજી લહેર ન આવે, અને બીજા દર્દી પણ ન આવે.