કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને લઈને સુરતમાં તંત્ર સતર્ક, ૧૭૦થી વધુ સેન્ટર પર રસીકરણ કરાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Vaccin-1024x577.jpg)
દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને પગલે દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યુ છે
સુરત, કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને લઈને સુરતમાં તંત્ર એકશનમાં આવી ગયુ છે. જેથી વેક્સિનેશન પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. અને ટેસ્ટીંગ પણ વધારી દેવામાં આવ્યુ છે. સુરત શહેરમાં વધુ કેસ નોંધાતા કોરોના કેસનો આંકડો વધીને ૧૪૪૦ર૯ થયો છે.
બીજાે ડોઝ માટેે રસીકરણની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે.રસીકરણ લક્ષ્યાંક પૂરો કરવા તેમજ બીજાે ડોઝ લેવાના બાકી છ લાખ લોકોને પ્રોત્સાહિત કરવા સુરત મહાનગરપાલિકાએ અમદાવાદની એનજીઓના સથવારે વેક્સિનેશનનો બીજાે ડોઝ લેનારને એક લીટર તેલ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી હતી. આજે કુલ ૧૭૧ સેન્ટર પર રસીકરણ ચાલી રહ્યુ છે.
સુરત શહેરમાં ૬ અને જીલ્લામાંગત રોજ કોરોનાના વધુ ૮ કેસ પોઝીટીવ નોંધાયા છે. આ સાથે શેર અને જીલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૧૪૪૦ર૯ થઈ ગઈ છે. શહેર અને જીલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યુ નથી. અત્યાર સુધીમાં શહેર જીલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક ર૧૧૬ થયો છે.
ગત રોજ શહેરમાંથી ૩ અને જીલ્લામાંથી ૧ મળી ૪ દર્દીઓ કોરોનાને મોત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જીલ્લામાં ૧૪૧૮૮૭ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જીલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા ર૬ થઈ છે.
દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને પગલે દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. બીજી તરફ યુકે સહિત ૧૩ દેશોમાંથી ૧૧૯ લોકો સુરત આવ્યા છે. જેમાં સૌથી વધુ કતાર ગામમાં ર૮ અને અઠવામાં ર૪ લોકો આવ્યા છે. વિદેશમાંથી આવેલા તમામને ક્વોરેન્ટાઈન કરી રવિવારે વેરિફાઈ કરાશે.
તેમ પાલિકા સુત્રાનુ કહેવુ છે. છેલ્લા પ દિવસમાં વિદેશથી સુરત આવેલા લોકોની યાદી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સોંપી હતી. જે સુરત પાલિકાને સોંપવામાં આવી છે. જેેમાં ે હાઈરિસ્કમાં મુકાયેલા યુકેથી ૪, યુએસથી રપ, દુબઈથી ર૭, અબુધાબીથી ૧ર, કેનેડાથી ૯ લોકો સુરત આવ્યા છે. આમાંથી સૌથી વધુ ૧૪ લોકો કતારગામના છે. જ્યારે ર ઉધના અને ૪ વરાછાના છે. આ તમામને આજે ફરજીયાત ક્વોરેન્ટાઈન કરી આરટીપીસીઆર ટેસ્ટ કરાવાશે.
બીજી તરફ શહેરમાં નવા છ કેસ નોંધાયા છે. શહેરમાં ૩૭.પપ લાખ પ્રથમ ડોઝ લઈ લીધા છે. ર૪.૩૮ લાખને બીજાે ડોઝ અપાયો છે. જાે કે બીજા ડોઝ માટે લાયક છતાં રસીથી વંચિત રહેલા ૬ લાખ લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા બીજાે ડોઝન લે તો ૧ લીટર તેલના પાઉચનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. આ કાર્યમાં યુવા અનસ્ટોપેબલ સંસ્થાનંુ યોગદાન મળ્યુ છે. પાલિકાએ બીજા ડોઝ માટે વંચિત ૬ લાખ લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા જાહેર કરેલી તેલ ફ્રીની સ્કીમને પગલે કુલ ૮૬ રસીકરણ કેન્દ્રો જાહેર કરવામાં આવ્યા છે.