કોરોનાના કપરા કાળમાં માત્ર રાજકારણમાં તેજી
ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વભરના દેશોને પોતાની પક્કડમાં લઈ લેતા અનેક દેશોએ લોકડાઉન નાંખી કોરોનાને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો છે જાેકે તેમાં સફળતા પણ મળી છે. લોકડાઉન નાંખવામાં ન આવ્યુ હોત તો આજે ભારત જેવા ગીચ વસ્તી ધરાવતા દેશોમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોત એટલું જ નહીં પરંતુ હજ્જારો નાગરિકોએ જીવ ગુમાવ્યા હોત. લોકડાઉનના કારણે તમામ ધંધા- રોજગારો બંધ રહયા હતા
જેના પરિણામે ભારત જેવા વિકસિત દેશોના અર્થતંત્ર પર તેની ઘેરી અસર પડી છે. જાેકે મોદી સરકારે અર્થતંત્રને મજબુત કરવા કરતા માનવ જીંદગી બચાવવા પર વધુ ધ્યાન આપતા આજે ભારતમાં કોરોના કાબુમાં છે અને મૃત્યુદર પણ ખુબ જ ઓછો જાેવા મળી રહયો છે તેમ છતાં કોરોનાના કારણે સામાન્ય નાગરિકોમાં હજુ પણ ફફડાટ જાેવા મળી રહયો છે.
ધંધા- રોજગારો સંપુર્ણપણે પુનઃ શરૂ થયા નથી. આમ તમામ ક્ષેત્રોમાં હજુ પણ મંદીનું વાતાવરણ જાેવા મળી રહયું છે પરંતુ ભારત અને અમેરિકામાં રાજકીય ક્ષેત્રે ભારે તેજી જાેવા મળી રહી છે. અમેરિકામાં પ્રમુખની ચૂંટણી માટે જાેરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે ત્યારે ભારતમાં સત્તાધારી એનડીએની વિરૂધ્ધમાં કોંગ્રેસ કિસાન આંદોલન કરી રહયું છે.
આ ઉપરાંત બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ જતાં રાજકારણીઓ સક્રિય બની ગયા છે. ભારત ઉત્પાદન ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહયો છે પરંતુ કોરોના કાળમાં અનેક ધંધા- રોજગારો બંધ થઈ જતાં મંદી છવાયેલી છે પરંતુ આર્થિક ક્ષેત્રના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ભારતમાં ખૂબ જ ઝડપથી અર્થતંત્ર વેગવંતુ બનશે ત્યારે રાજકીય ક્ષેત્રે અત્યારથી જ તેજી આવી ગઈ છે. જાેકે આ તેજી એ અનેક લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરનારી સાબિત થશે અને આગામી દિવસોમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો જાેવા મળશે તેવી દહેશત જાેવા મળી રહી છે.
ભારત સહિત અનેક દેશોમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહયા છે એટલું જ નહીં પરંતુ હજુ સુધી રસી શોધાઈ નથી ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સાવચેતી રાખવા તમામ દેશોને તાકિદ કરી છે કોરોનાની રસી આવતા હજુ થોડો સમય લાગવાનો છે પરંતુ પ્રત્યેક નાગરિકને રસી આપવાની કામગીરી કરતા હજુ વર્ષથી પણ વધુ સમય થઈ જશે. કોરોનામાં યોગ્ય સારવાર ન મળે તો તે ઘાતક પુરવાર થઈ શકે છે ખાસ કરીને વૃધ્ધ નાગરિકો તથા અન્ય રોગોથી પીડાતા નાગરિકોને કોરોના ભરખી શકે છે. વિશ્વના અનેક દેશો કોરોનાની રસી બનાવવામાં વ્યસ્ત છે પરંતુ હજુ સુધી એક પણ રસીને માન્યતા મળી નથી. રશિયાએ રસી શોધી કાઢી હોવાનો દાવો કર્યો છે
પરંતુ ભારતમાં આવતા હજુ વાર લાગશે. કોરોનાની સ્થિતિમાં ભારતમાં અનલોક જાહેર કરી વ્યાપક પ્રમાણમાં છુટછાટો આપવામાં આવી છે. અર્થતંત્રને મજબુત કરવા માટે અનલોકમાં તમામ ઉદ્યોગ શરૂ કરવા માટેની મંજુરી આપી દેવાતા ધીમે ધીમે લોકોને રોજગારી મળવા લાગી છે તેમ છતાં કોરોના હજુ કાબુમાં આવ્યો નથી તેથી સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈનને સામાન્ય નાગરિકો અનુસરી રહયા છે. દેશભરમાં સાવચેતીનું વાતાવરણ જાેવા મળી રહયું છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં કોરોનાના કપરા કાળમાં પણ રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે.
કેન્દ્ર સરકારે સંસદમાં કૃષિ બીલ પસાર કરતાં જ કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવી છે. કૃષિ બીલ અંગે ખેડૂતોમાં લોકજાગૃતિ લાવવા માટે કેન્દ્ર સરકારે તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે. પરંતુ કોંગ્રેસ પક્ષ હવે તણખલું પકડવા માટે પણ અધીરો બન્યો હોય તે રીતે કૃષિ બીલને પકડી રાખી ખેડૂતોને આંદોલન કરવા માટે રસ્તા ઉપર ઉતારવા લાગ્યા છે. કોંગ્રેસે ખેડૂત આંદોલન શરૂ કર્યું છે અને આ આંદોલનની સૌથી વધુ અસર ભાજપ સત્તા પર ન હોય તેવા રાજયોમાં જાેવા મળી રહી છે. કૃષિ બીલનો વિરોધ કરવા માટે કોંગ્રેસના આગેવાનો આગેવાની લઈ ખેડૂતોને ઢાલ બનાવી રહયા છે. દેશભરમાં કૃષિ બીલ ખૂબ જ ચર્ચાસ્પદ બની ગયું છે
પરંતુ બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૃષિ બીલ ખેડૂતોના ખૂબ જ હિતમાં હોવાનું જણાવી રહયા છે અને કોઈપણ ભોગે કૃષિ બીલમાં કરાયેલી જાેગવાઈનો દેશભરમાં અમલ શરૂ કરી દેવામાં આવશે. કોંગ્રેસે શરૂ કરેલા ખેડૂત આંદોલનના કારણે સોશ્યલ ડીસ્ટન્સીંગ જાેવા મળતુ નથી તેથી આગામી દિવસોમાં કોરોના વધુ વકરે તેવી દહેશત જાેવા મળી રહી છે.
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સતત વધી રહેલી લોકપ્રિયતાના કારણે કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ ભારત અને ચીન વચ્ચે સરહદ પર શરૂ થયેલા ઘર્ષણના પગલે ભારે તંગદિલી જાેવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એલ.એ.સી. પર જઈ જવાનોને મળ્યા છે. એલ.એ.સી પર સર્જાયેલી તંગદિલીમાં પણ કોંગ્રેસે રાજકીય નિવેદનો શરૂ કરી દીધા છે.
ખાસ કરીને કોંગ્રેસના યુવા નેતા અને સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રોજ એલ.એ.સી. પર નિવેદન કરતાં સોશીયલ મીડીયા પર આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. અત્યંત સંવેદનશીલ એવા આ મુદ્દા ઉપર પણ કોંગ્રેસે રાજકારણ રમવાનું શરૂ કરતાં કોંગ્રેસના કેટલાક પીઢ નેતાઓ ખૂબ જ ચોંકી ઉઠયા છે. કોંગ્રેસમાં આ નેતાઓએ નેતાગીરી સામે સવાલો ઉઠાવતા જ કોંગ્રેસમાં પણ ભારે ઉહાપોહ મચી ગયો છે. આમ કોંગ્રેસની આંતરિક સ્થિતિ પણ ખૂબ જ વિકટ જાેવા મળી રહી છે.
કોંગ્રેસમાં આંતરિક મતભેદો બહાર આવતા જ સામ સામે પક્ષે નિવેદનબાજી કરવામાં આવી છે આ પરિસ્થિતિમાં કોંગ્રેસમાં સ્પષ્ટપણે બે ભાગલા પડી ગયા છે.
કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી સપાટી પર આવી જતાં હવે ડેમેજ કંટ્રોલ સિસ્ટમ લાગુ કરી દેવાઈ છે પરંતુ હજુ સુધી તેમાં કોઈ ફેર પડયો નથી. ચુંટણીપંચે આ તમામ પરિસ્થિતિ વચ્ચે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. બિહારમાં હાલ એનડીએનું શાસન છે. બિહારમાં કોંગ્રેસ ફરી એક વખત લાલુ પ્રસાદના સહારે ચુંટણી લડવા માટે તૈયાર થઈ ગઈ છે. બિહારની ચુંટણી જાહેર થતાં જ બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ભારતમાં તમામ ક્ષેત્રે મંદી વચ્ચે રાજકીય ક્ષેત્રે ભારે તેજી જાેવા મળી રહી છે આવી સ્થિતિ વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં પણ જાેવા મળી રહી છે અમેરિકામાં પ્રમુખની ચુંટણી માટે જાેરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પુનઃ ચુંટાય તે માટે એડી ચોટીનું જાેર લગાવવામાં આવી રહયું છે. અમેરિકામાં કોરોનાના કારણે ખુબ જ કપરી પરિસ્થિતિ સર્જાયેલી છે. અમેરિકાના ન્યુયોર્કમાં સૌથી વધુ કેસો નોંધાયેલા છે.
આ ઉપરાંત મૃત્યુદર પણ ખુબ જ ઉંચો છે. અમેરિકાની અંદર કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોરોનાના ફેલાવા માટે ચીનને જવાબદાર ગણી તેની સામે લશ્કરી કાર્યવાહી કરવા સુધીની તૈયારીઓ કરી લીધી છે જાેકે આ કાર્યવાહી પણ ચુંટણી પ્રચારનો જ એક ભાગ હોવાનુ ંરાજકીય નિષ્ણાંતો માની રહયા છે.