Western Times News

Gujarati News

કોરોનાના કપરા કાળ બાદ શહેરમાં ટીફીન સર્વિસ વ્યવસાય પુનઃ ધમધમતો થયો

અમદાવાદમાં ૧૦૦૦ જેટલા ટીફીન સર્વિસ વ્યવસાયકારો

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરનોજેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ નવા નવા ઉદ્યોગ- ધંધાઓ આવ્યા તેને લીધે મલ્ટીલેવલની કંપનીઓ આવી, એજયુકેશન ઈન્સ્ટીટયુટ આવ્યા, કોલેજાે વધી તો વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓને રહેવા માટેના પી.જી. સેન્ટરો ખુલ્યા.

નોકરિયાત વર્ગને ક્યાંક તો કંપનીના મકાન મળ્યા અગર તો ભાડે મકાન રાખીને કામ ધંધે જવાની નોબત આવી. બહારગામથી ભણવા આવતા વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ પી.જી. સેન્ટરમાં રહેવા લાગ્યા. આ તમામને એક જ પ્રશ્ન સતાવતો હતો. બે સમય ઘર જેવુ જમવાનું મળી રહે.

કારણ કે બહારના મરી-મસાલાવાળુ ખાવાનુ રોજ પાલવે નહી તેમાંથી “ટીફીન સર્વિસ”નો કન્સેપ્ટ ઉભો થયો. ટીફીન સર્વિસ મારફતે ‘ઘર’ જેવુ શુધ્ધ-સાત્વિક ખાવાનું કિફાયતી દરે મળતુ થતા જ આ વ્યવસાયને વેગ મળી રહયો છે. અમદાવાદ શહેરમાં ‘ટીફીન સર્વિસ’ ધ્વારા અનેક નાના વ્યવસાયકાર પોતાનું અને પોતાના કુંટુંબનું ગુજરાન ચલાવી રહયા છે.

અમદાવાદના નવરંગપુરામાં છેલ્લા પાંચ વર્ષથી ટીફીન સર્વિસ ચલાવતા ‘અમદાવાદ ટીફીન સર્વિસ’ના રવિભાઈનો વેસ્ટર્ન ટાઈમ્સે ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે અમદાવાદમાં લગભગ ૧૦૦૦ જેટલા નાના-મોટા ટીફીન સર્વિસનો વ્યવસાય ચાલી રહયો છે જેના મારફતે અનેક લોકો રોજીરોટી મેળવી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે તો સાથે-સાથે તેમને ત્યાં કામ કરતા અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે.

અમદાવાદ ટીફીન સર્વિસ મારફતે ગુજરાતીથાળીમાં દાળ-ભાત-શાક-કઠોળ- રોટલી- સલાડ અને છાશ માત્ર રૂ.૧૦૦માં આપવામાં આવે છે ઓનલાઈન ઓર્ડર મારફતે ટીફીન સર્વિસ ચલાવતા રવિભાઈનું કહેવુ છે કે અમારે ત્યાં કવોલીટીનું વિશેષ ધ્યાન રાખવામાં આવે. મોટે ભાગે આ વ્યવસાયમાં પતિ-પત્ની સાથે રહીને “ટીફીન સર્વિસ ચલાવતા વિશેષ જાેવા મળશે.

તદ્દઉપરાંત જેમની પાસે કોઈ નોકરી નથી અગર તો પોતાનો વ્યવસાય કરવા માંગે છે તેવા અનેક લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે મોટેભાગે પી.જી.વાળા વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ કે જે પોતાની ફેમીલી સાથે રહેતો નથી તેના માટે “ટીફીન સર્વિસ’નું જમવાનું ઉત્તમ રહે છે.

આ વ્યવસાય આમ તો રૂટિન દિવસોમાં સારો ચાલતો હોય છે પરંતુ કોરોના કાળમાં લોકડાઉન અને ત્યાર પછી ઓનલાઈન કામગીરી તથા વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ પોતાના ઘરે જતા રહેતા ટીફીન સર્વિસનો ધંધો ઠપ થઈ ગયો હતો. આવા સમયે અનેક કુંટુંબોને ગુજરાન ચલાવવુ મુશ્કેલ થઈ પડયુ હતુ હજુ પણ ૧પ ટકા ધંધો પરત આવ્યો નથી

ઘણી કંપનીઓમાં ઓનલાઈન કામગીરી ચાલતી હોવાથી ‘ટીફીન સર્વિસ’ને અસર થઈ રહી છે. બીજી તરફ પ્રોફેશનલ લેવલે પણ ટીફીન સર્વિસ પૂરી પાડવાની કામગીરી ચાલે છે જેમાં સવાર-સાંજ ટીફીનનો ચાર્જ અલગ હોય છે. સામાન્ય રીતે ટીફીન સર્વિસમાં રૂ.૮૦થી લઈને ૧પ૦ સુધી ચાર્જ લેવાય છે ચાર્જ લેવાય છે

આ વ્યવસાયમાં એવરેજ નફાનું માર્જીન ખૂબ જ ઓછુ રહે છે. ગેસ- ખાવાના નો તથા કારીગરોનો ખર્ચ બાદ કરતા ખૂબ જ ઓછુ વળતર રહે છે તેમાંય કોરોના કાળમાં તો “ડીસ્પોઝેબલ ડીશ” ‘ચમચી’ તથા હેંડસેનેટાઈઝર આપવુ પડતુ હોવાથી તેની પાછળ અંદાજે રૂ.૧પ જેટલો ખર્ચ થઈ જાય છે.

આમ ટીફીન સર્વિસમાં માર્જીન ખૂબ જ ઓછુ મળે છે. જાેકે, અમદાવાદમાં અંદાજે ૧૦૦૦ ટીફીન સર્વિસવાળા પોતાનું ગુજરાન તો આ વ્યવસાય મારફતે ચલાવે છે પણ તેની સાથે સાથે અન્ય લોકોને રોજગારી પુરી પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.