કોરોનાના કહેર બાદ ૧૦મીએ પહેલી લોક અદાલત યોજાશે

(એજન્સી) અમદાવાદ, કોરોનાનો કહેર વધતા લોકડાઉન સાથે કોર્ટો બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે કોર્ટ ખુલી છે. જેથી આગામી ૧૦મી જુલાઈના રોજ પહેલી લોકઅદાલત યોજાશે. આ અંગે અમદાવાદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ અને ડીસ્ટ્રીક્ટ કોર્ટ જજ એન.એલ.દવે અને ફૂલ ટાઈમ સેક્રેટરી એચ.જે.વસાવડાએ જણાવ્યુ હતુ કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ૧૦મી ના રોજ નેશનલ લોક અદાલતનું આયવોજન કરવામાં આવ્યુ છે.
તેમાં પેન્ડીંગ સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ના કેસો, બેકના લેણા અંગેના કેસો, વાહન અકસ્માતના કસો, મજુરના વિવાદિત કેસો, વીજ અને પાણી બીલના કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદનના કેસો, પગારભથ્થા
અને નિવૃતિ લાભો બાબતોની સર્વિસ મેટરો, દિવાની કેસો, મનાઈહુકમના દાવા, સુખાધિકારી અંગેના પેેન્ડીગ કેસ તથા પ્રિ લીટીશેનના કેસોમાં સમાધાનથી સુખદ નિકાલ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે ગ્રામ્ય કોર્ટ બારના ઉપપ્રમુખ રાજેશ પારેખે જણાવ્યુ હતુ કે જે પક્ષકારો, વકીલો અને જુદી જુદી સંસ્થાના જવાબદાર અધિકારીઓને નેશનલ લોક અદાલતમાં ભાગ લેવો હોય તેમણે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક સાધવો.