કોરોનાના કહેર વચ્ચે સીએસકે અને એમઆઇ વચ્ચે ક્રિકેટનો મહાસંગ્રામ

નવીદિલ્હી, કોરોના વાયરસ મહામારી વચ્ચે દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓના ચહેરા પર મુસ્કાન લાવવા માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ શનિવારથી શરૂ થશે. આમાં એકવાર ફરી દિગ્ગજ મહેન્દ્રસિંહ ધોનીનું શાંત વલણ વિરાટ કોહલીની આક્રમકતા અને રોહિત શર્માની વિસ્ફોટક બેટીંગ પર સૌની નજર રહેશે. ગત ચેમ્પિયન રોહિત શર્માની મુંહઇ ઇન્ડિયન્સનો સામનો પહેલી મેચમાં ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે થશે.
![]() |
![]() |
ભારતમાં સતત વધી રહેલા કોરોના કેસોને કારણે ટુર્નામેન્ટ યુએઇમાં રમાઇ રહી છે આવું પહેલીવાર હસે કે આઇપીએલ મેચ દરમિયાન મેદાનમાં દર્શકો નહીં હોય મુશ્કેલ સ્થિતિમાં ક્રિકેટ અને સિનેમા માટે તરસી રહેલા દર્શકો માટે આઇપીએલ ખાસ હશે અને ખેલાડીઓ માટે પણ આવામાં જયારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને આરોગ્ય પ્રોટોકોલ દિનચર્યાનો ભાગ બની ચુકયા છે ત્યારે આગામી ૫૩ દિવસ ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર,રોહિતની મુંબઇ ઇન્ડિયન્સ કેએલ રાહુલની કિંગ્સ ઇલેવન અને શ્રેયસ ઐયરની દિલ્હી કેપિટલ્સ સહિત આઇપીએલની આઠ ટીમો મેદાનમાં હશે.
આઇપીએલ પહેલા પણ વિદેશમાં થઇ છે પરંતુ આ વખતે કોરોડો ડોલરની આ ક્રિકેટ સીઝન બાયો સિકયોર માહોલમાં થશે આણાં ક્રિસ ગેલ અને આન્દ્રે રસેલના ગગનચુંબી છગ્ગાઓ પર તાળીઓ પાડનારા નહીં હોય અને ના સુપર ઓવરમાં કોઇ અવાજ સંભળાશે તેમ છતાં દર્શકો માટે એટલું જ પુરતુ છે કે તેમને આ વર્ષે પણ આવી મુશ્કેલી સ્થિતિમાં પણ આઇપીએલ જાેવા મળી રહી છે. તાદળ પર મુંબઇની ટીમ સૌથી મજબુત જાેવા મળી રહી છે જેમાં રોહિત શર્મા ઉપરાંત હાર્દિક અને કૃણાલ પંડયા પોલાર્ડ અને જસપ્રીત બુમરાહ જાેવા ખેલાડીઓ છે તો ચેન્નાઇની ટીમ સૌથી અનુભવી છે.
ચેન્નાઇમાં ધોની વોટસન ડવેન બ્રાવો,ડુ પ્લેસિસ અને રવિન્દ્ર જાડેજા જેવા શાનદાર ખેલાડીઓ છે પહેલી મેચમાં ચેન્નાઇ સામે મુંબઇનું પલડું ભારે રહેશે રોહિત,ડિ કોક સૂર્ય કુમાર યાદવ ઇશાન કિષશન પંડયા બંધુઓ મજબુત ધાર આપે તેવી સંભાવના છે.ટ્રેન્ટ બોલ્ટ અને નાથન કોલ્ટર નાઇલ પણ ટીમમાં છે. ચેન્નાઇની ટીમમાં વધારે પરિવર્તન નથી આવ્યો જાે કે ધોનીનો સૌથી વિશ્વાસુ સુરેશ રૈના આ સીઝનમાંથી બહાર થઇ ગયો છે. તેની જગ્યાએ ઋતુકરાજ ગાયકવાડ પણ ઉપલબ્ધ નથી જે ઓછામાં ઓછો પાંચ વાર કોરોના પોઝીટીવ આવ્યો છે. જાે કે ચેન્નાઇ પાસે વોટસન અંબાતી રાયડુ કેદાર જાદવ જાડેજા અને બ્રાવો જેવા ખેલાડી છે.HS