કોરોનાના કારણે દિલ્હીમાં ફરી ૩૧મી મે સુધી લોકડાઉન વધારાયું
નવીદિલ્હી, દેશમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. દેશમાં દરરોજના ૩ લાખથી ઉપર નવા કોરોના સંક્રમણના કેસ આવી રહ્યા છે. એવામાં દેશની રાજધાની દિલ્હીની હાલત વધારે ગંભીર છે. વધતા કોરોના કેસના પગલે દિલ્હીમાં પાછલા ૧ મહિનાથી પણ વધારે સમથી લાકડાઉન લગાવવામાં આવ્યું છે. જે હજુ પણ ૩૧મી મે સુધી લંબાવવામાં આવ્યું છે.
સીએમ અરવિંદ કેજરીવાલે આ લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. આ લોકડાઉન ૩૧મી મે સવારે ૫ વાગ્યા સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત સીએમ કેજરીવાલે જણાવ્યું હતું કે જાે દિલ્હીમાં કોરોનાના નવા કેસોમાં આ રીતે જ ઘટાડો જાેવા મળ્યો તો અમે ૩૧મી મેથી તબક્કાવાર દિલ્હીમાં અનલોક કરવાનું શરૂ કરવામાં આવશે. કોરોના વેક્સિનેસન વિષે વાત કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે એવી સંભાવના છે કે જાે દરેક વ્યક્તિને રસી આપવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેરને કોરી શકાશે.
અમે શક્ય તેટલી જલ્દી દરેક લોકોને વેક્સીન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે હું રસીઓને લગતી દેશી અને વિદેશી કંપનીઓ સાથે વાતચીત કરું છું. અમે અમારા બજેટમાંથી ખર્ચ કરવા તૈયાર છીએ. મહત્વનું છે કે છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં ૧,૬૦૦ નવા કોરોનાના કેસો નોંધાયા છે.
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨.૪૦ લાખથી વધુ નવા કોરોનાના કેસો સામે આવ્યા છે. ત્યાં જ ૩૭૪૧ કોરોના દર્દીઓના મોત થયા છે. દેશમાં પાછલા થોડા સમથી પોઝિટીવ રેટની તુલનામાં રિકવરી રેટ વધી રહ્યો છે. પરંતુ કોરોનાથી મોતની સંખ્યામાં કોઈ ઘટાડો જાેવા નથી મળી રહ્યો. આવા સમયે પાછલા ૨૪ કલાકમાં ૩,૫૫,૧૦૨ લોકો ડિસ્ચાર્જ પણ થયા છે.