કોરોનાના કારણે મૃત્યુ આંકમાં ભારત ચોથા નંબર પર પહોંચ્યું
નવીદિલ્હી, કોવિડ ૧૯ ઝડપથી વધતા કેસો વચ્ચે ભારતમાં ૪૬,૭૦૦થી વધારો મોતની સાથે વિશ્વમાં ચોથા નંબર પર પહોંચી ગયો છે ભારતથી ઉપર અમેરિકા,બ્રાઝિલ અને મેકિસકો છે આ પહેલા ચોથા નંબર ઉપર બ્રિટન હતું બ્રિટનમાં આ મહામારીના કારણે ૪૬,૬૨૮ લોકોએ જીવ ગુમાવ્યા હતાં હવે ભારત કોરોના મહામારીનું વૈશ્વિક કેન્દ્ર બની ચુકયુ છે દુનિયામાં રોજ સૌથી વધુ મામલા ભારતમાં સામે આવી રહ્યાં છે સંક્રમણની રફતારની સાથે ભારતમાં મોતની સંખ્યા ઝડપથી વધી રહી છે.
ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે આંકડાઓના વિશ્લેષણ પ્રમાણે ભારતમાં છેલ્લા સાત દિવસમાં ચારથી ૧૦ ઓગસ્ટ સુધી પ્રતિ દિવસ કોવિડ ૧૯ના અમેરિકા અને બ્રાઝીલમાંથી સૌથી વધારે કેસો સામે આવ્યા છે આંકડા પ્રમાણે કોરોના વાયરસ સંક્રમણના મામલામાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારત ત્રીજાે સૌથી પ્રભાવિત દેશ છે. ભારતમાં ચારથી ૧૦ ઓગષ્ટની વચ્ચે વિશ્વમાં ૨૩ ટકાથી વધારે મામલા સામે આવ્યા છે જયારે કોવિડ ૧૯થી વિશ્વના ૧૫ ટકાથી વધારે મોત ભારતમાં નોંધાયા હતાં.ભારતમાં ચારથી ૧૦ ઓગષ્ટ સુધીના ગાળામાં કોરોનાના કુલ ૪,૧૧,૩૭૯ મામલા સામે આવ્યા છે જયારે આ દરમિયાન મહામારીથી ૬,૨૫૧ લોકોના મોત થયા છે. અમેરિકામાં આ મુદ્ત દરમિયાન સંક્રમણના ૩,૬૯, ૫૭૫ મામલાઓ સામે આવ્યા છે.૭,૨૩૨ લોકોના મોત થયા છે એ યાદ રહે કે કોરોના વાયરસ સંક્રમણ અને આ મહામારીથી થનારા મોત ઉપર અમેરિકા પ્રથમ સ્થાન ઉપર છે.HS