કોરોનાના કાળમાં હતાશા-ઉશ્કેરાટ વધ્યા-ત્રણ દિવસમાં સાત આત્મહત્યા
વિવિધ વિસ્તારોમાં લોકોએ જીવન ટૂંકાવ્યા, ઝઘડામાં પુરુષે ફાંસો ખાધોઃ અન્યોના કારણો ન જાણી શકાયા
અમદાવાદ, અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં આજે સાત આત્મહત્યાના બનાવો સપાટીએ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું છે. જ્યારે બીજા છ આત્મહત્યાનું કારણ હજુ સુધી અકબંધ જ રહ્યું છે. મળતી માહિતી મુજબ સરખેજ વિસ્તારમાં રહેતા રાકેશભાઈ મનુભાઈ રોહિત (ઉ.વ.૩૩)નાએ પોતાના ઘરમાં પંખાના હુકમાં પ્લાસ્ટીકની દોરી બાંધીને ગળેફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બીજી બાજુ પાલડી વિસ્તારમાં રહેતા જગદીશ વાલજીભાઈ સોલંકી (ઉ.વ. ૩૫)નાએ પણ ૨૫મી જુનના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
જેમાં પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, પતિ અને પત્નીના સામાન્ય ઝઘડામાં જગદીશભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે નરોડા વિસ્તારમાં હીરલબેન મુકેશભાઈ વોરા (ઉ.વ.૨૩)એ ૨૫મી જુનના દિવસે પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. બીજી બાજુ અમરાઈવાડી વિસ્તારમાં રહેતા મહાદેવ ગોપીનાથા નાયડુ (ઉ.વ.૨૨)એ ૨૫મી જુનના દિવસે આત્મહત્યા કરી લીધી હતી. જેમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મહાદેવભાઈએ કોઈ કામ ન હોવાથી કંટાળી ગયા હતા.
જેના કારણે પોતાના ઘરે ગળેફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે રિવરફ્રંટ વેસ્ટમાં આત્મહત્યાના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં સંજયભાઈ બાબુભાઈ વાઘેલા (ઉ.વ.૩૦)એ જમાલપુર ફુલ બજાર નદીના પાણીમાં ડુબી જઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે બીજી બાજુ પ્રકાશભાઈ દિનેશભાઈ ટુડીયા અને હસમુખભાઈ ગણપતભાઈ પરમારે પણ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જ્યારે રિવરફ્રંટ વેસ્ટ પોલીસ કયા કારણસર આત્મહત્યા કરી છે તેની હાલમાં તપાસ કરી રહી છે.