Western Times News

Gujarati News

કોરોનાના કુલ કેસમાંથી સક્રિય કેસનું ભારણ ઘટીને 4.5%થી નીચે થયું

प्रतिकात्मक

ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યા દૈનિક નવા પોઝિટીવ કેસની સંખ્યા કરતાં વધુ નોંધાઇ છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા કેસની સંખ્યા 35,551 હોવાની પુષ્ટિ થઇ છે જ્યારે આટલા જ સમયગાળામાં ભારતમાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 40,726 નોંધાઇ છે. આના કારણે છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં ચોખ્ખો 5,701 દર્દીઓનો ઘટાડો નોંધાયો છે.

છેલ્લા 6 દિવસથી નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા દૈનિક ધોરણે નવા પોઝિટીવ નોંધાતા દર્દીઓની સરખામણીએ વધુ જોવા મળી રહી છે. આથી, ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી આજે સક્રિય કેસનું ભારણ ઘટીને 4.5%થી ઓછું થઇ ગયું છે.

દૈનિક વધુ સંખ્યામાં નવા સાજા થતા દર્દીઓનું વલણ જળવાઇ રહ્યું હોવાથી ભારતમાં સક્રિય કેસનું ભારણ એકધારું ઘટી રહ્યું છે. આના કારણે ભારતમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 4,22,943 એટલે કે કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી માત્ર 4.44% થઇ ગઇ છે.

દૈનિક ધોરણે નવા સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યા નવા પોઝિટીવ નોંધાતા દર્દીઓ કરતા વધારે રહેતી હોવાથી આજે એકંદરે સાજા થવાનો દર પણ વધીને 94.11% થઇ ગયો છે. કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 89,73,373 સુધી પહોંચી ગયો છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે અને હાલમાં આ આંકડો વધીને 85,50,430 સુધી પહોંચી ગયો છે.

નવા સાજા થયેલા કુલ દર્દીઓમાંથી 77.64% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,924 દર્દીઓ કોવિડમાંથી સાજા થઇ ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 5,329 દર્દીઓ અને મહારાષ્ટ્રમાં 3,796 નવા દર્દીઓ દૈનિક ધોરણે સાજા થયા હોવાનું નોંધાયું છે.

નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 75.5% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંક્રમિત થયા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 6,316 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે. ગઇકાલે દિલ્હીમાં નવા 3,944 કેસ પોઝિટીવ નોંધાયા હતા જ્યારે મહારાષ્ટ્રમાં નવા 3,350 કેસ સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં મૃત્યુ પામેલા કુલ 526 દર્દીઓમાંથી 79.28% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં વધુ 111 દર્દીઓના મૃત્યુ સાથે નવા મૃત્યુઆંકમાંથી 21.10% દર્દીઓએ જીવ ગુમાવ્યો હોવાનું નોંધાયું છે. ત્યારબાદ, દિલ્હીમાં 82 અને પશ્ચિમ બંગાળમાં વધુ 51 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.