કોરોનાના કેસમાં ઉછાળો આવતા કેરળમાં ૧૭ અને ૧૮ જુલાઈએ સંપૂર્ણ લૉકડાઉન
કોચ્ચી: દેશમાં કોરોના સંક્રમણની સ્પીડ ભલે નબળી પડતી દેખાઈ રહી હોય પરંતુ દક્ષિણ ભારતમાં કોરોનાની સાથે જીકા વાયરસનું સંકટ વધી રહ્યુ છે. કેરળમાં કોરોના અને જીકા વાયરસના વધતા ખતરાને જાેતા ૧૭થી ૧૮ જુલાઈએ સંપૂર્ણ લોકડાઉનનું એલાન કર્યુ છે. રાજ્યમાં જે રીતે વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તેને જાેતા રાજ્ય સરકાર બહું જલ્દી નવી ગાઈડલાઈન જારી કરી શકે છે.
કેરળમાં કોરોના અને જીકા વાયરસના સંકટને જાેવા બેંકમાં હવે ફક્ત ૫ દિવસ સુધી કામકાજની પરવાનગી આપવામાં આવી છે જેની સાથે સંપૂર્ણ લોકડાઉન દરમિયાન તમામ બેંકોને ૨ દિવસ બંધ રાખવાના આદેશ જારી કર્યા છે. કેરળમાં કોરોનાની સાથે જીકા વાયરસના દર્દી પણ વધ્યા છે. મંગળવારે રાજ્યમાં ત્રણ હજું વધારે નવા કેસ સામે આવ્યા બાદ જીકા વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે ૧૮ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે જે ત્રણ મામલા સામે આવ્યા છે તેમાં એક બાળક પણ સામેલ છે.
કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીના જાેર્જે જણાવ્યું કે રાજ્યમાં જીકા વાયરસનું સંકટ વધી રહ્યું છે. મંગળવારે જે ત્રણ દર્દીઓમાં જીકા વાયરસ હોવાની ખરાઈ થઈ. જેમાંથી એક ૨૨ મહિનાના બાળકો, એક ૪૬ વર્ષીય વ્યક્તિ અને એક ૨૯ વર્ષીય સ્વાસ્થ્ય કર્મચારીઓ સામેલ છે. તેમણે જણાવ્યું કે કોરોનાના ખતરાની વચ્ચે રાજ્યમાં અત્યાર સુધી જીકા વાયરસના ૧૮ મામલા સામે આવી ચૂક્યા છે.
કેરળમાં મંગળવારે કોવિડ ૧૯ના ૧૪, ૫૩૯ નવા મામલા સામે આવ્યા છે. જે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩૦, ૮૭, ૬૭૩ થઈ ગઈ છે. ગચ ૨૪ કલાકમાં ૧૨૪ લોકોના મોત થયા છે. બાદમાં મૃતકોની સંખ્યા વધીને ૧૪, ૮૧૦ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જાેર્જે એક નિવેદનમાં જણાવ્યું છે કે માલાપુરમમાં સૌથી વધારે મામલા ૨,૧૧૫ મામલા સામે આવ્યા છે. આ બાદ એર્નાકુલમમાં ૧, ૬૨૪ અને કોલ્લમમાં ૧,૪૦૪ મામલા સામે આવ્યા છે. મંગળવારે ૧૦,૩૩૧ દર્દી સંક્રમણ મુક્ત થઈ ગયા છે. જે બાદ કુલ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને ૨૯, ૫૭, ૨૦૧ થયા છે. રાજ્યમાં ૧, ૧૫, ૧૭૪ દર્દીની સારવાર ચાલી રહી છે