કોરોનાના કેસો ઓછા થતા થોડી છૂટ આપવી સારી પણ બધુ ખોલી દેવું સારુ નહીં
નવીદિલ્હી: દેશ અને દુનિયામાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા સેવાઇ રહી છે ભારતમાં કોરોનાના કેસોમાં ચઢાવ ઉતાર જાેવા મળી રહ્યો છે. ત્યારે એમ્સના ડોક્ટર યુદ્ધવીર સિંહે કહ્યું કે લોકોએ બચાવના ઉપાય અપનાવવાનું બંધ ન કરવું જાેઈએ. કોવિડ અનુરુપ વ્યવહાર કરવો જાેઈએ. ડોક્ટર સિંહે એવું પણ કહ્યું કે કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં કેસો સામે આવ્યાં હતા તેથી એવી શક્યતા છે કે દિલ્હીમાં એન્ટીબોડી વિકસીત થઈ છે.
સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટર પૂજા ખોસલેએ કહ્યું કે કોરોનાની બીજી લહેરથી આપણને શીખવા મળ્યું છે કે કેસો ઝડપથી કેવી રીતે વધે છે. દુનિયાના ઘણા ભાગોમાંથી ચેતવણીના સંકેત મળી રહ્યાં છે. ભારતમાં પણ સંક્રમણના કેસોમાં વધારો જાેવા મળ્યો છે. સંક્રમણ ક્યારેક ઝડપી ગતિએ વધે છે. મને લાગે છે કે કોઈ પણ ધારણા ન બાંધવી જાેઈએ.
તેમણે કહ્યું કે બધુ ખોલી દેવું સારુ નથી. બધા કહી રહ્યાં છે ત્રીજી લહેર આવવામાં થોડા દિવસ બચ્યા છે. મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં પ્રોફેસર પ્રજ્ઞા શર્માએ કહ્યું કે ત્રીજી લહેર તો આવશે જ પરંતુ તેમાં કેટલા લોકો સંક્રમિત થશે તે ઉપાયો તથા વેક્સિનેશનની ગતિ પર ર્નિભર કરશે. સફદરગંજ હોસ્પિટલના ડો.જુગલ કિશોરે કહ્યું કે પહેલા સંક્રમિત થવાને કારણે તથા વેક્સિનેશનને કારણે લગભગ ૮૦ ટકા લોકોમાં વાયરસ વિરોધી ક્ષમતા વિકસીત થઈ છે. તેમણે કહ્યું કે બીજી લહેર દરમિયાન સામે આવેલા ૬૦ ટકા કેસો માટે કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર હતો. આપણે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વચ્ચે કોઈ મોટો ફર્ક જાેયો નથી. તેથી કોરોનાના કેસોમાં અચાનક વધારાની આશંકા નથી જ્યાં સુધી કે કોઈ વધારે ચેપી વેરિયન્ટ સામે ન આવે.
હજુ પણ એવા લોકોની ટકાવારી ઘણી વધારે છે કે જેઓ સંક્રમણનો ભોગ બન્યા નથી અથવા તો જુદાજુદા કારણોથી વેક્સિન લીધા પછી પણ તેમનામાં પૂરતી એન્ટીબોડી બનતી નથી. દિલ્હીની લગભગ ૩૦ ટકા જનસંખ્યા એવી છે અને તેની પર સંક્રમણનું જાેખમ છે. તેમણે કહ્યું કે બે વસ્તુઓ થઈ શકે છે, પહેલી, જ્યાં સુધી સામૂહિક રીતે વાયરસ વિરોધી ક્ષમતા વિકસીત ન થાય ત્યાં સુધી વાયરસ લોકોને ધીરે ધીરે સંક્રમિત કરતો જાેય અને બીજી એ છે કે એક નવો ચેપી વાયરસ સામે આવે જેનાથી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થાય ત્યાં સુધી કે જ્યાં સુધી તમામ લોકોમાં એન્ટીબોડી ક્ષમતા વિકસીત ન થઈ જાય.