કોરોનાના કેસો ઘટતાં ગુજરાતના ૮ મહાનગરોમાં કર્ફ્યૂ લંબાવાયો
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કોરોનાનો પ્રસાર અટકાવવા આદેશ લાગુ કરવામાં આવ્યો
ગાંધીનગર, ગુજરાતમાં ફરી એકવાર કર્ફ્યૂ લંબાવાયો છે. શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રધાનો અને અધિકારીઓ વચ્ચે થયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે નિષેધાત્મક આદેશ લાગુ કરવામાં આવ્યો હતો.
જેના અનુસંધાને શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લગાવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનો પ્રસાર અટકાવવા અગાઉ સાંજે ૬ વાગ્યાથી શરૂ થઇ સવારે ૬ વાગ્યા સુધી હતો. ત્યાર બાદ કલાકો ઘટાડતા ઘટાડતા હાલમાં રાત્રે ૧૨ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ હતો. જે હજી પણ યથાવત્ત રહેશે.
આજે સરકાર દ્વારા કર્ફ્યૂના આદેશને લંબાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ ર્નિણય નવેમ્બર મહિનાની ૧૦ મી તારીખ સુધી અમલી રહેશે. નવેમ્બર મહિનાના ૧૦ મી તારીખ સુધી કર્ફ્યુ રાત્રીના ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા રાત્રે ૧૧ વાગ્યે અમલી બનતા કર્ફ્યૂને નવરાત્રીને ધ્યાને રાખીને રાત્રે ૧૨ વાગ્યા કરી દેવાયો હતો. આ ર્નિણય અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, ભાવનગર શહેર, જામનગર શહેર, જૂનાગઢ શહેર અને ગાંધીનગર શહેરમાં લાગુ પડશે.