કોરોનાના ક્રૂર પંજાની ઝપેટમાં રાજકોટ, આજે વધુ ૪૨ મોત
રાજકોટ: રાજકોટના સામાન્ય થી લઈ અને સેલિબ્રિટી સૌ કોઈના મિત્રવર્તુળ અને પરિવારજનો પર કોરોનાનો ક્રૂર પંજાે ફરી વળ્યો છે. રાજકોટવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતિત રાજકોટ પોલીસના તાપમાન કોરોના બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે.રાજકોટના ડી.સી.પી મનોહરસિંહ જાડેજા બીજીવાર કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના ડી.સી.પી મનોહરસિંહજી જાડેજા સહિત ૬૮ પોલીસ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જાેકે તમામની તબિયત સ્થિર હોવાનું અને તમામ હોમ આઇસોલેટ હોવાનું જાણવા મળ્યું છે,રાજકોટમાં કોરોના દિનપ્રતિદિન ક્રૂર બનતો જાય છે,
સરકારી ચોપડે ફરી એક વખત મૃત્યુઆંક ૪૦ ને પાર નોંધવામાં આવ્યો છેરાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંક સતત વધતો જાય છે. આથી આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે. ૨૪ કલાકમાં રાજકોટમાં વધુ ૪૨ દર્દીના મોત નીપજ્યા છે. બે દિવસમાં ૮૭ દર્દીના રેકોર્ડબ્રેક મોત થયા છે. મોતના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. વધતા મોતથી તંત્રની ચિંતામાં વધારો થયો છે.
રાજકોટમાં કોરોના કેસમાં વધારો, કલેક્ટર દ્વારા કરાયો આદેશ, ૩૦ એપ્રિલ સુધી તમામ જન સેવા કેન્દ્ર બંધ કરવા આદેશ, પુરવઠાની ચારેય ઝોનલ કચેરી બંધ કરવા આદેશ;રાજકોટમાં વધુ ચાર સ્મશાનમાં અંતિમવિધિની મંજૂરી અપાઇરાજકોટ શહેરમાં કોરોનાથી મોતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે તેથી સ્મશાનમાં પણ મૃતદેહને વેઇટિંગમાં રાખવા પડે છે.
જેના પગલે વધુ ચાર સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ થયેલા વ્યક્તિઓની અંતિમવિધિ કરવાની તૈયારી કરી છે. કણકોટ, વાવડી, કોઠારિયા અને ઘંટેશ્વરના સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ થયેલા વ્યક્તિઓના અંતિમસંસ્કાર થશે. મનપાએ રૂખડિયાપરા, નવાગામ, પોપટપરાના સ્મશાનમાં કોવિડના મૃતદેહને અંતિમસંસ્કારની મંજૂરી આપી હતી.
કોરોનાના મૃત્યુઆંક ઘટાડવા નક્કર આયોજન કરવાની જરૂર છે તેવી લોકોમાં ચર્ચા થઇ રહી છે.રાજકોટમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં સંખ્યા જેટ ગતિએ વધારો જાેવા મળી રહ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૨૨૬૩૬ પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં ૨૭૪૯ દર્દી સારવાર હેઠળ છે. તેમજ ગઇકાલે ૧૮૪ દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. શહેરની તમામ હોસ્પિટલો ફૂલ થતા હવે કોમ્યુનિટી હોલમાં ૨૦૦ બેડવી સુવિધા ઉભી કરાઇ છે.
રાજકોટ મહાનગરપાલિકાએ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ ખાતે ૨૦૦ કોવિડ દર્દીઓને રાખી સારવાર કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરી છે, પરંતુ અહીં દર્દીઓની સારવાર કરવા માટે સ્ટાફ મળતો નથી. જેના પગલે મનપા આઇએમએના ડોક્ટર અથવા ખાનગી ડોક્ટર્સની મદદ લેવાનું વિચારી રહ્યું છે.
ખાનગી ડોક્ટર્સ રાહતદરે સારવાર કરશે.રાજકોટ શહેરમાં કોરોનાથી મોતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે તેથી સ્મશાનમાં પણ મૃતદેહને વેઇટિંગમાં રાખવા પડે છે. જેના પગલે વધુ ચાર સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ થયેલા વ્યક્તિઓની અંતિમવિધિ કરવાની તૈયારી કરી છે. કણકોટ, વાવડી, કોઠારિયા અને ઘંટેશ્વરના સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ થયેલા વ્યક્તિઓના અંતિમસંસ્કાર થશે. મનપાએ રૂખડિયાપરા, નવાગામ, પોપટપરાના સ્મશાનમાં કોવિડના મૃતદેહને અંતિમસંસ્કારની મંજૂરી આપી હતી.