Western Times News

Gujarati News

કોરોનાના ગત ચોવીસ કલાકમાં ૧૯,૦૭૮ નવા મામલા,૨૨૪ના મોત

નવીદિલ્હી, જુનુ વર્ષ ભલે પુરૂ થઇ ગયું હોય પરંતુ કોરોના વાયરસનો ખતરો નવા વર્ષમાં હજુ પણ યથાવત રહ્યો છે. જયાં કોરોના વાયરસના નવા સ્ટ્રેને દુનિયામાં ચિંતા વધારી દીધી છે ત્યાં કોરોના વાયરસના જુના વેિએટ પણ ચેનથી બેઠા નથી ભારતમાં ગત ચોવીસ કલાકમાં ૧૯,૦૭૮ મામલા સામે આવ્યા છે જાે કે કોરોનાની ગતિ ધીરે ધીરે ઓછી થઇ રહી છે પરંતુ ખતરો હજુ સમાપ્ત થયો નથી ભારતમાં કોરોનાના કુલ મામલાની સંખ્યા ૧,૦૩,૦૫,૭૮૮ પહોંચી ગઇ છે.દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓનો આંકડો ૧,૪૯,૨૧૮ છે અનેક રિપોર્ટસ કહી રહ્યાં છે કે ભારતમાં રિકવરી રેટ વધ્યો છે અને કોરોનાથી ઠીક થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.ગત ૨૪ કલાકમાં ૨૨,૯૨૬ લોકો કોરોનાથી ઠીક થયા છે.

દેશમાં કોરોનાથી ઠીક થનારા લોકોની કુલ સંખ્યા ૯૯,૦૬,૩૮૭ છે જયારે ભારતમાં કોરોનાના કુલ ૨,૨૫,૧૮૩ એકિટવ મામલા છે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ આ આંકડા બતાવે છે કે દેશમાં કોરોનાની ગતિ ધીમી થઇ ગઇ છે. ભારત કોરોનાની વિરૂધ્ધ લડવામાં આવી રહેલ લડાઇમાં જીત તરફ આગળ વધી રહ્યું છે આી જ આ વર્ષની શરૂઆતની સાથે જ દેશને કોરોનાની વેકસીન પણ મળી છે જેનું ડ્રાઇ રન આજથી શરૂ થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ પહેલા દેશના ચાર રાજયોમાં બે બે જિલ્લામાં વેકસીનેશન રસીકરણની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ટ્રાઇ રન કરવામાં આવી હતી ડ્રાઇ રન તમામ રાજયોના પાટનગરમાં ઓછામાં ઓછા ત્રણ સાઇટ પર હશે કેટલાક રાજયો તે વિસ્તારને પણ ડ્રાઇ રનમાં સામેલ કરશે જે દુર્ગમ હોય અને જયાં સામાનની અવરજવરમાં મુશ્કેલી હોય.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.