કોરોનાના છતાં રમવાનું ચાલુ રાખતા ભારતની પ્રશંસા થઈ
કોલંબો: ત્રીજી ટી-૨૦ મેચ હારવાની સાથે સાથે ટી-૨૦ સિરિઝ હારીને પણ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના ક્રિકેટ ચાહકોના દીલ જીતી લીધા છે.
ગઈકાલે રમાયેલી ત્રીજી ટી-૨૦માં ભારતની ટીમ ૮૧ રન જ બનાવી શકી હતી અ્ને શ્રીલંકાએ માત્ર ૩ વિકેટે આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો અને ટી-૨૦ સિરિઝ ૨-૧થી પોતાના નામે કરી હતી.
જાેકે સોશિયલ મીડિયા પર શ્રીલંકાના ચાહકો ભારતીય ટીમના વખાણ કરી રહ્યા છે. ખાસ કરીને સમગ્ર સિરિઝ દરમિયાન ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ શ્રીલંકાના નવોદિત ખેલાડીઓને ટિપ્સ આપતા નજરે પડ્યા હતા.
બીજી તરફ કૃણાલ પંડયા કોરોના પોઝિટિવ થયા બાદ તેના સંપર્કમાં આવેલા બીજા આઠ ખેલાડીઓને અલગ કરી દેવાયા હતા. આમ છતા ભારતીય ટીમે ત્રીજી ટી-૨૦ મેચ રમવાનુ નક્કી કર્યુ હતુ અને પ્રવાસ ટુંકાવ્યો નહોતો.
મેચ બાદ શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ કહ્યુ હતુ કે, હું ભારતીય ક્રિકેટ બોર્ડનો આભાર માનુ છુંકે, આ સ્થિતિમાં પણ મેચ રમવા માટે તેમણે તૈયારી બતાવી હતી. રાહુલ દ્રવિડ અને શિખર ધવનનો વિશેષ આભાર એક યુઝરે લખ્યુ હતુ કે, જાે ભારતીય ટીમ પોતાનો પ્રવાસ ટુંકાવત તો શ્રીલંકન ક્રિકેટ બોર્ડની નાણાકીય કટોકટી વધારે ઘેરી બનત પણ ટીમ ઈન્ડિયાએ ખેલદીલી બતાવી હતી.
અન્ય એક શ્રીલંકન ચાહકે ટિ્વટર પર કહ્યુ હતુ કે, બાયોબબલમાં પરેશાની અ્ને ખેલાડીઓ કોરોના પોઝિટિવ થયા હોવા છતા ટીમ ઈન્ડિયાએ બેગ પેક કરવાની જગ્યાએ રમવાનુ ચાલુ રાખ્યુ હતુ.