કોરોનાના છેલ્લા ચોવીસ કલાકમાં ૪૭૯૦૫ કેસો
નવીદિલ્હી, દેશમાં કોવિડ ૧૯ના દૈનિક મામલામાં એકવાર ફરી વધારો જાેવા મળ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ૪૭,૯૦૫ નવા મામલા સામે આવ્યા છે જયારે બુધવારે ૪૪,૨૮૧ મામલા સામે આવ્યા હતાં દેશમાં સંક્રમણમુકત થનારા દર્દીઓની સંખ્યા ૮૦ લાખને પાર થઇ છે. જયારે કોવિડ ૧૯ના સક્રિય મામલા પાંચ લાખની નીચે બનેલ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૪૭,૯૦૫ નવા મામલા સામે આવ્યા છે આ દરમિયાન દેશમાં કોવિડ ૧૯થી ૫૫૦ લોકોના મોત નિપજયા છે. દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા ૮૬,૮૩,૯૧૭ થઇ ગઇ છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોનાથી સંક્રમણમુકત થનારા દર્દીઓની સંખ્યા વધીને ૮૦,૬૬,૫૦૨ થઇ ગઇ છે.ગત ચોવીસ કલાકમાં ૫૨, ૭૧૮ દર્દી સારવાર બાદ ઠીક થઇ ગયા છે અને હોસ્પિટલથી ઘરે પાછા ફર્યા છે. દેશમાં સક્રિય મામલાની સંખ્યા પાંચ લાખથી નીચે છે.
આંકડા અનુસારક દેશમાં કોરોના વાયરસના સક્રિય મામલાની સંખ્યા ૪,૮૯,૨૯૪ છે તેમાં ગત ૨૪ કલાકમાં ૫,૩૬૩ ની કમી થઇ છે. જયારે કોરોનાને કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા ૧,૨૮,૧૨૧ છે.,HS