Western Times News

Gujarati News

કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં ૧,૩૪,૧૫૪ નવા કેસ નોંધાયા

Files Photo

દર્દીઓની સાજા થવાની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસો ૧૮ લાખની અંદર આવી ગયા છે, રિકવરી રેટ ૯૨.૮%

નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોના સામે લડવા રસીકરણ અભિયાન ફરીથી વેગ પકડી રહ્યું છે તો બીજી તરફ સંક્રમણના કેસો અને મૃત્યુ પામતા દર્દીઓના આંકડાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. દર્દીઓની સાજા થવાની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસો ૧૮ લાખની અંદર આવી ગયા છે.

દેશમાં રિકવરી રેટ હાલમાં ૯૨.૮ ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧,૩૪,૧૫૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨,૮૮૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૮૪,૪૧,૯૮૬ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૨,૧૦,૪૩,૬૯૩ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૬૩ લાખ ૯૦ હજાર ૫૮૪ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૨,૧૧,૪૯૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧૭,૧૩,૪૧૩ એક્ટિવ કેસ છે.

બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૩૭,૯૮૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨ જૂન સુધીમાં ભારતમાં કુલ ૩૫,૩૭,૮૨,૬૪૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે બુધવારના ૨૪ કલાકમાં ૨૧,૫૯,૮૭૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧,૩૩૩ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.

ત્યારે કોરોના કારણે ૧૮ દર્દીઓના મોત નીપજ્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં સાજા થવાનો રિકવરી રેટ ૯૫.૫૫ ટકા થયો છે. બુધવાર સુધીમાંકુલ ૪,૦૯૮ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. ગુજરાતમાં નવા કેસમાં આજે અમદાવાદ શહેરમાં ૨૨૪ નવા કેસ નોંધાયા છે જ્યારે ૮૪૦ દર્દી તેની સામે ડિસ્ચાર્જ થયા છે. સુરત શહેરમાં ૧૦૨ નવા કેસ છે જ્યારે રાજકોટમાં ૮૩, વડોદરામાં ૧૪૪ આ તમામ શહેરોના કારણે રાજ્યમાં કેસની સંખ્યા ખૂબ વધી હતી જે હવે ઘટી રહી છે. ગુજરાતમાં કુલ ૨૬,૨૩૨ એક્ટિવ કેસ છે જ્યારે ૨૫૮૭૦ દર્દીઓ સ્ટેબલ છે.

હાલમાં ૪૫૨ દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે ૭૭૫૯૮ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે ૯૮૭૩ દર્દીઓનાં મોત થયા છે. ગુજરાત અત્યાર સુધીમાં કુલ ૧,૭૪,૬૪, ૩૧૪ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જ્યારે ૧૮ વર્ષથી લઈ ૪૫ વર્ષ સુધીના લોકોને ૧૮,૦૬,૯૧૨ લોકોને રસી આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.