કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વમાં ૨૭ લાખથી વધુ કેસ નોંધાયા
વોશિગ્ટન, વિશ્વમાં આજે કોરોનાનાં કેસે ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. સતત વધતા કેસથી દુનિયાનાં મોટાભાગનાં દેશ ચિંતામાં આવી ગયા છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો વિશ્વમાં ૨૭ લાખથી વધુ કેસ નોંધાયા છે. વિશ્વમાં આજે કોરોનાનાં કેસે ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. સતત વધતા કેસથી દુનિયાનાં મોટાભાગનાં દેશ ચિંતામાં આવી ગયા છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો વિશ્વમાં ૨૭ લાખથી વધુ કેસ નોંધાયા છે.
વિશ્વમાં છેલ્લા ૭૨ કલાકમાં જ પોણા કરો઼ડ કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે. અહી ૨૪ કલાકમાં કોરોનાનાં ૮.૫૦ લાખ નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં એક્ટિવ કેસ હવે પોણા બે કરોડ થઇ ગયા છે. વળી કુલ કેસની સંખ્યા ૬ કરોડને પાર કરી ગઇ છે.
દુનિયામાં વધતા કોરોનાનાં કેસ હવે જાણે ત્સુનામી લાવી રહ્યા છે. સૌથી વધુ પ્રવાસી દેશ ફ્રાન્સમાં પણ કોરોના બેકાબુ બન્યો છે. અહી ૨૪ કલાકમાં ૩.૨૮ લાખ કોરોનાનાં કેસ નોંધાયા છે.
ફ્રાન્સમાં એક્ટિવ કેસ ૨૯.૩૩ લાખ થઇ ગયા છે. ઉપરાંત યુકેમાં પણ પરિસ્થિતિ બહુ સારી નથી. અહી છેલ્લા ૨૪ કલાકમાં ૧.૭૮ લાખ કોરોનાનાં નવા કેસ નોંધાયા છે. અહી એક્ટિવ કેસ હવે ૩૩.૭૪ લાખ થઇ ગયા છે. સ્પેનની વાત કરીએ તો અહી છેલ્લા ૨૪ કલાકમાં ૧.૧૫ લાખ, ઈટાલીમાં ૧.૦૮ લાખ, ઓસ્ટ્રેલિયામાં ૭૮ હજાર કોરોનાનાં નવા કેસ નોંધાયા છે.HS