કોરોનાના ડરને કારણે લોકો ચાર્ટર ફ્લાઈટનો ઉપયોગ કરી રહ્યા છે
આવામાં કેટલીક તાત્કાલિક જરુરિયાતના પરિણામે પણ લોકો ચાર્ટર ફ્લાઈટનો ઉપયોગ કરી રહ્યા છેઃ રિપોર્ટ
મુંબઈ, કોરોના મહામારીના કારણે એરલાઈન્સ ઈન્ડસ્ટ્રી પર અસર પડી રહી છે ત્યારે ઘણાં લોકો કોરોનાના ડરે ચાર્ટર ફ્લાઈટનો ઉપયોગ પહેલીવાર કરી રહ્યા છે. આવામાં કેટલીક તાત્કાલિક જરુરિયાતના કારણે પણ લોકો ચાર્ટર ફ્લાઈટનો ઉપયોગ કરી રહ્યા છે. કોરોનાના કારણે ચાર્ટર ફ્લાઈટનો ઉપયોગ વધ્યો છે ત્યારે મોટાભાગના મુસાફરો એવા છે કે જે ફરી ક્યારેય આ સેવાનો ઉપયોગ નથી કરવાના પરંતુ સમયને અનુસરી આ સેવાનો લાભ લઈ રહ્યા છે.
આવા જ એક મુસાફર હતા શિવાલી ચૌધરી, કે જેઓ પોતાની ૯ વર્ષની દીકરી અને પતિ સાથે મુંબઈથી મે મહિનામાં જયપુર ગયા હતા. તેઓ જણાવે છે કે, “મારી પ્રેગનેન્સીને ૮ મહિના થયા હતા. અમારા કોઈ સગા મુંબઈમાં નહોતા રહેતા અને લોકડાઉન હતું જેના લીધે અમને સ્થાનિક મદદ મળી શકે તેમ નહોતું.
મારી સ્થિતિ વધારે ખરાબ થવાના કારણે ડિલિવરી વહેલી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ પછી અમે ચાર્ટર ફ્લાઈટ કરીને મારા માતા-પિતાના ઘરે ગયા.” તેમણે જણાવ્યું કે આ દરમિયાન તેમની સાથે સિનિયર ડૉક્ટર પણ હતા કે જેઓ એર એમ્બ્યુલન્સમાં જરુરી તમામ મદદ કરી શકે.
શિવાલી જે ચાર્ટર કંપનીથી પોતાના માતા-પિતાના ઘરે પહોંચ્યા હતા તે કંપનીનો અન્ય ૨૦ જેટલી પ્રેગનેન્ટ મહિલાઓએ ડિસેમ્બર સુધીમાં ઉપયોગ કર્યો છે. એટલે કે હવે જે પહેલી વખત ચાર્ટર ફ્લાઈટનો ઉપયોગ કરી રહ્યા છે તેવા મુસાફરોના કારણે કંપનીઓની આવકમાં વધારો થઈ રહ્યો છે. MAB એવિએશનના મંદાર ભારડે કે જેઓ નોન-સ્કેડ્યુલ એરક્રાફ્ટ ઓપરેટર છે, જેમના દ્વારા એર એમ્બ્યુલન્સ તરીકે ફ્લાઈટની સેવા આપવામાં આવે છે, જેનો ઉપયોગ મોટાભાગે પ્રેગનેન્ટ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.
આ અંગે મંદાર જણાવે છે કે, “અમારી ફ્લાઈટમાં ગાયનેકોલોજીસ્ટ પણ હોય છે, ફ્લાઈટમાં જમવા સહિતની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે.” આ પ્રકારની ફ્લાઈટમાં ૬-૧૦ લાખ સુધીનો ખર્ચ થતો હોય છે. તેઓ કહે છે કે અમારા લોન્ચિંગના પહેલા જ અઠવાડિયામાં ૨૫ પ્રગનેન્ટ મહિલાઓ માટે બૂકિંગ આવ્યા હતા.
પરંતુ આ પ્રકારનું માર્કેટ માત્ર કોરોનાની મહામારી દરમિયાન જ જાેવા મળ્યું છે. મંદાર આગળ જણાવે છે કે, “અમારી પાસે મોટાભાગે પ્રેગનેન્ટ મહિલાના પતિ અને પિતા દ્વારા પૂછપરછ માટે સંપર્ક કરે છે. મોટાભાગની પ્રગનેન્ટ મહિલાઓને કોઈ ખાસ સ્વાસ્થ્યને લગતી ફરિયાદ નથી હોતી. પરંતુ તેમના પરિવારના લોકો આવા સમયમાં તેમને ભીડવાળી એરલાઈન્સ અને એરપોર્ટ પર લઈ જવાનું ટાળવા માગે છે.”
અક્રિએશન એવિએશનના રાહુલ મુચ્છલ જણાવે છે કે, “લોકડાઉન દરમિયાન અમારી પાસે મેડિકલ ઈમર્જન્સી હોય તેવા કેસ આવતા હતા, જેમ કે કેન્સરના દર્દી, એક ૬ વર્ષનું બાળક હતું કે જેને બ્રેન સ્ટ્રોક આવવાના કારણે ઝારખંડના ધનબાદથી દિલ્હી કિંગ એર સી-૯૦ એર એમ્બ્યુલન્સમાં લવાયું હતું.” આજ રીતે એક પરિવારે પોતાના સગા માટે ચાર્ટર ફ્લાઈટનો ઉપયોગ કર્યો હતો.
દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં રહેતા અપર મિડલ ક્લાસના લોકો પોતાના કામથી માલદિવ્સ જવા માટે ફ્લાઈટનો ઉપયોગ કરતા હતા. નવ સીટવાળા ચાર્ટર માટે દિલ્હી-મેલ રૂટ માટે ૩૦ લાખ રુપિયા અને ય્જી્ ચૂકવવો પડે છે. હાલના સમયમાં મોટાભાગે એવા પરિવાર વધુ આવે છે કે જેઓ પહેલીવખત ચાર્ટર ફ્લાઈટનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ રીતે પહેલીવાર ચાર્ટર ફ્લાઈટનો ઉપયોગ કરનારા મુસાફરો અમને પહેલા જાેવા નથી મળ્યા તેવું પણ તેમણે ઉમેર્યું હતું.