Western Times News

Gujarati News

કોરોનાના ત્રીજા વેવ સામે સરકારનો એક્શન પ્લાન, ૨૫ હજાર કેસને પહોંચી શકાય તેવી તૈયારી

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ અને કૈ. કૈલાસનાથન હાજર છે. ત્યારે મુખ્યમંત્રી વીજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના બીજા વેવમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. નિષ્ણાંતોની ધારણા છે કે, ત્રીજાે વેવ આવશે. ત્રીજા વેવનો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

ઓક્સિજનથી માંડીને હોસ્પિટલ સુધીની ચિંતા રાજ્ય સરકારને છે. ત્રીજા વેવ સંદર્ભે એક્શન પ્લાન રાજ્ય સરકાર જાહેર કર્યો છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે ત્રીજાે વેવ ન આવે પણ આવે તો સરકાર તૈયાર છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ત્રીજાે વેવ આવે જ નહીં તે માટે કામગીરી કરવામાં આવશે. જાે ત્રીજાે વેવ આવે તો શું કરવું તે માટે જિલ્લા કક્ષાથી માંડીને રાજ્ય કક્ષા સુધીનો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. ફિડબેક ઇન્ટેલિજન્ટ યુનિટ બનાવવામાં આવશે.

આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં રિકવરી રેટ ૯૭ ટકા થયો છે. સેકન્ડ વેવને ધ્યાને રાખી ત્રીદા વેવની તૈયારી કરી છે. જિલ્લા કક્ષાએ વ્યવસ્થાઓ કરવામાં આવશે. તજજ્ઞોની ટિમ બનાવવામાં આવી છે. .

રાજ્ય સરકાર દ્વારા ત્રીજા વેવમાં ૨૫ હજાર કેસ આવે તો પણ પહોંચી શકાય તેવી તૈયારી કરવામાં આવી છે. બીજા વેવમાં દરરોજના ૧૪૫૦૦ કેસ આવતા હતા તેના કારણે ડબલ કેસની તૈયારી કરવામાં આવી છે. બાળકોને અસર થાય તો બાળકોની સારવાર માટે ખાસ તાલીમ આપવામાં આવશે. બાળકોની સારવાર માટે રમકડાં પણ બાળકો રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.રાજ્યના તમામ જિલ્લાઓમાં આરટીપીસીઆર ટેસ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. રાજ્યમાં ૧૦૪ લેબ કાર્યરત છે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બીજાે વેવ ખૂબજ ઝડપથી કંટ્રોલમાં આવી ગયો છે. ત્યારે નિષ્ણાંતોએ ત્રીજા વેવની આગાહી કરી છે. આ સમયે રાજ્ય સરકારે આગોતરુ આયોજન કરીને તમામ તૈયારીઓ કરી લીધી છે. કોઈ પણ દર્દીને ક્યાંય પર સારવા માટે તકલીફ પડે નહીં તેની સરકાર દ્વારા તકેદારી રાખવામાં આવશે. રાજ્યમાં ચાર હજાર પીડિયાટ્રિક બેડ, ૩૦ હજાર આઇસીયું અને ૧૫ હજાર વેન્ટિલેટર બેડ તૈયાર રખાશે, દર્દીઓને ઘરની નજીકમાં સારવાર મળશે.

રાજ્યમાં રસીકરણનો આંક ૨ કરોડને પાર થઈ ગયો છે. રાજ્યના ૧.૫૫ કરોડ એટલે કે ૩૩.૫૧% લોકોએ પ્રથમ ડોઝ લીધો છે જ્યારે ૪૫.૪૫ લાખ એટલે કે ૯.૮૧% વસતીએ બંને ડોઝ લીધા છે. દરમિયાનમાં રાજ્યમાં નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે આખા રાજ્યમાં માત્ર ૬ દર્દીના જ કોરોનાના કારણે મોત થયા છે. તેમાં અમદાવાદ શહેરમાં ૨ અને જામનગર શહેરમાં ૧, તેમજ જૂનાગઢ, ભરૂચ અને અરવલ્લીમાં ૧-૧નું મોત થયું છે. બીજા દિવસે ૫૦૦થી ઓછા કેસ નોંધાયા છે

૪૯૦ નવા કેસ સામે આવ્યા છે.નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વેન્ટિલેટર પર અત્યાર સુધી ૧૨ ટકા જીએસટી હતો જે ઘટાડીને ૫ ટકા કરાયો છે. વેન્ટિલેટર સાથેનું માસ્ક, સાધનો અથવા જે હેલ્મેટનો ઉપયોગ કરાય તે સાધનો પર ૧૨ ટકા જીએસટી હતો તેને પણ ઘટાડીને ૫ ટકા કરાયો છે. સાથે જ બાયપેપ મશીન પર જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરાયો. દર્દીને હાઈફ્લો ઓક્સિજન સપ્લાય કરતા નેસલ ફ્લોમાં પણ જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.