કોરોનાના દર્દીઓને સારવાર આપવા ઘરે આવશે તબીબો
અમદાવાદ, સમગ્ર ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે. એમાં પણ અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં ઘરે આઈસોલેટ થતાં કોરોનાના દર્દીઓની સંખ્યા પણ વધી છે.
અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશન દ્વારા હોમ સર્વિસ (દર્દીઓના ઘરે જઈને સારવાર આપવી) અને નક્કી કરેલા માપદંડો અનુસાર સારવાર આપવા માગતા સભ્યો માટે પ્રાઈસ રેન્જ નક્કી કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. છૐદ્ગછના પ્રમુખ ડૉ. ભરત ગઢવીએ કહ્યું, કોરોનાની બીજી લહેર દરમિયાન ઘણાં લોકોએ દર્દીઓના ઘરે જઈને તેમને સારવાર આપવાની તક જાેઈ અને તે ચોક્કસ સમય માટે આ સેવા શરૂ કરી હતી.
જાેકે, ઘણાં કેસમાં સ્ટાન્ડર્ડ પ્રોટોકોલનું પાલન નહોતું થતું અને એટલે અમે નક્કી કર્યું કે, મેમ્બર હોય તેવી હોસ્પિટલોમાં તો પ્રક્રિયા નિયમિત થવી જ જાેઈએ. ઘરે આઈસોલેટ થયેલા દર્દીઓને કેવી સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવા તે અંગેનો ઉલ્લેખ પણ ર્જીંઁમાં કરવામાં આવ્યો હતો.
શહેરના જનરલ પ્રેક્ટિસ કરતાં તબીબોનું કહેવું છે કે, બીજી લહેર કરતાં હાલની સ્થિતિ અલગ છે. અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ અસોસિએશનના સેક્રેટરી ડૉ. પ્રજ્ઞેશ વચ્છરાજાનીએ કહ્યું, બીજી લહેર વખતે કોરોનાના મધ્યમ કે ગંભીર લક્ષણો ધરાવતાં દર્દીઓને ઓક્સિજન સપોર્ટની સાથે રેમડેસિવિર અને અન્ય દવાઓ આપવી પડી હતી.
હાલની સ્થિતિ જાેઈએ તો આવા એકલ-દોકલ દર્દીઓ જાેવા મળે છે. એટલે જ જનરલ પ્રેક્ટિસ કરતાં તબીબો નિદાન કર્યા બાદ દર્દીઓને દવા લખી આપે છે અને તેમને નિયમિતપણે પોતાના સ્વાસ્થ્યનું મોનટરિંગ કરવાની સૂચના આપે છે. ડૉ. વચ્છરાજાનીના મતાનુસાર, મોટાભાગના દર્દીઓ માટે પ્રોફેશનલ કેરગિવર્સની જરૂરિયાત હજી ઊભી થઈ નથી.SSS