કોરોનાના દર્દીઓને સેવા કરનાર અભિનેત્રી શિખા મલ્હોત્રા લકવાગ્રસ્ત
મુંબઇ, ફિલ્મ અભિનેત્રી શિખા મલ્હોત્રા એક સર્ટિફાઇડ નર્સ છે અને કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન તેમણે મુંબઇની જાેગેશ્વરી ખાતે આવેલી હિન્દુ સમ્રાટ ટ્રોમા સેન્ટરમાં એક નર્સ તરીકે કોરોના દર્દીઓની સેવા કરી હતી અને નર્સ તરીકે તેણે છ મહીના સુધી દર્દીઓની સેવા કરી હતી સંજય મિશ્રાની સાથે ગત ફિલ્મ કાંચલીમાં હીરોઇન તરીકે પણ નજરે આવી હતી અને તે પહેલા તે અભિનેતા શાહરૂખ ખાનની સાથે ફૈન અને તાપસી પન્નુ સાથે રનિંગ શાદી કોમમાં કામ કરી ચુકેલી અભિનેત્રી શિખા મલ્હોત્રા ગુરૂવારની રાતે લકવાનો શિકાર બની છે તેને મુંબઇની કુપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
શિખાના લકવાગ્રસ્ત હોવાના સમાચાર આપતા શિખાનું કામકાજ સંભાળી રહેલ અશ્વિની શુકલાએ આપ્યા હતાં તેમણે કહ્યું કે ગઇકાલે રાતે પોતાના ઘરમાં અભિનેત્રી લકવાનો શિકાર બની હતી તેને પહેલા મુંબઇની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ હોસ્પિટલમં સારવાર મોંધી હોવાને કારણે તેને વિલે પાર્લે ખાતે કુપર હોસ્પિટલમાં શિફટ કરવામાં આવી હતી. શુકલાએ કહ્યું કે લકવાગ્રસ્ત થતા શિખાના શરીરનો ડાબો ભાગ પુરી રીતે પ્રભાવિત થયો છે અને તે હાલમાં હરીફરી શકે તેવી સ્થિતિમાં નથી અને ન તો બોલવાની સ્થિતિમાં ડોકટરોએ કહ્યું છે કે શિખાની હાલત પહેલા કરતા સારી છે.
એ યાદ રહે કે ગોસ્પિટલમાં પોતાની સેવાઓ આપવા દરમિયાન શિખા ઓકટોબર મહીનામાં ખુદ કોરોનાની સંક્રમિતનો શિકાર બની હતી અને ત્યારબાદ ઠીક પણ થઇ હતી અને ૨૨ ઓકટોબરે તેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી હતી તેણે હિન્દુ હ્દય સમ્રાટ ટ્રોમા સેટરમાં એક નર્સ તરીકે કોરોનાના દર્દીઓની સેવા કરી હતી એક નર્સ તરીકે કોરોના દર્દીની સેવા કરવાનો તેને આ સિલસિલો લગભગ છ મહીના સુધી ચાલ્યો હતો.HS