કોરોનાના દર્દીની સંખ્યા 7 લાખને પાર થઈ ગઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/modi-1024x576.jpg)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 એપ્રિલના રોજ સાંજે સાડા છ વાગે મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે.
નવી દિલ્હી, દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી બની રહી છે. ગત દિવસે એક લાખથી વધુ નવા કેસ નોંધાયા બાદ દેશમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર ચાલી રહી છે તેવા દર્દીની સંખ્યા 7 લાખને પાર થઈ ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોમાં રેકોર્ડ 50,438નો વધારો થયો છે.દેશમાં 7 લાખ 37 હજાર 870 કોરોનાના દર્દી સારવાર હેઠળ છે.
આ આંકડો એક મહીના પહેલા એટલે કે 4 માર્ચે એક્ટિવ કેસના આંકથી 4 ગણો વધ્યો છે. 4 માર્ચે દેશમાં 1 લાખ 73 હજાર 374 એક્ટિવ કેસ હતા. છેલ્લા એક જ મહીનામાં દેશમાં 7548 લોકોને મોત પણ થયા.
રાજ્યોમાં કોરોનાની સ્થિતિને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 એપ્રિલના રોજ સાંજે સાડા છ વાગે મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે.
બેઠકમાં કોરોના સંક્રમણની સમીક્ષા કરવામાં આવશે. આ અગાઉ તેમણે રવિવારે ઉચ્ચ-સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું હતું કે કોરોના પર કાબૂ મેળવવા માટે લોકોમાં જાગૃત્તિ અને તેમની ભાગીદારી જરૂરી છે.
જો 5 ફોલ્ડ સ્ટ્રેટેજી (ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, ગાઈડલાઈન્સ પ્રમાણે વ્યવહાર અને વેક્સિનેશન)ને ગંભીરતાથી અપનાવવામાં આવે છે તો આ મહામારીને અટકાવવામાં મદદ મળશે.