કોરોનાના દેશમાં ૯૦ ટકા જિલ્લામાં કેસો ઘટી રહ્યા છે,માત્ર ૩ રાજ્યોમાં વધ્યા છે
નવીદિલ્હી: દેશમાં હવે સતત કોરોના વાયરસના મામલામાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. જાે કે હાલમાં ભારતમાં રોજના ૫૦ હજારથી વધારે નવા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન રાહતની વાત એ છે કે દેશમાં જે ૬૫૦ જિલ્લાના આંકડા ઉપલબ્ધ છે. તેમનાથી ૯૦ ટકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ઘટતુ જાેવા મળી રહ્યું છે.
ઉપલબ્ધ આંકડા અનુસાર ૧૨ જૂનથી ૧૯ જૂનની વચ્ચે દેશના ૭૦ જિલ્લામાં જ કોરોના સંક્રમણ મામલામાં વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે ફક્ત ૨૭ જિલ્લામાં જ કોરોનાના સક્રિય કેસની સંખ્યા ૧૦૦થી વધારે રહી. જ્યારે ૧૮ જિલ્લામાં આ આંકડા સિંગલ ડિઝીટમાં રહ્યા.
આમાંથી ૨૩ જિલ્લા પશ્ચિમ બંગાળમાં છે. પશ્ચિમ બંગાળ દેશનું એક માત્ર રાજ્ય છે જ્યાં ગત અઠવાડિયે કોરોનાના સક્રિય મામલામાં વધારો જાેવા મળી રહ્યો છે. આની પહેલા રાજ્યમાં કોરોના સંક્રમણના મામલામાં ઘણો ઘટાડો નોંધાયો છે. ત્યારે કોરોના સંક્રમણના સક્રિય મામલાની સંખ્યા ૧.૩૨ લાખથી ઘટીને ૧૫૦૦૦ પહોંચી ગઈ છે. આવું ૨૦ દિવસમાં થયું છે. પરંતુ આ બાદ સંખ્યા વધી લઈ છે. ૧૯ જૂન સુધી રાજ્યમાં કોરોનાના ૨૩ હજાર સક્રિય મામલા હતા.
જાે કે પશ્ચિમ બંગાળમાં હવે કોરોનાના રોજ આવનારા મામલા હવે ૩ હજારથી ઓછા આવી રહ્યા છે. તેમજ સાજા થનારા અને મરનારાની સંખ્યામાં ઘણું અંતર છે. જેમ કે શનિવારે રાજ્યમાં ૨૪૮૬ લોકો કોરોના સંક્રમિત થયા છે. ત્યારે ફક્ત ૨૧ લોકો જ કોરોનાથી સાજા થયા છે.
પશ્ચિમ બંગાળ ઉપરાંત મિઝોરમ અને મણિપુર જ એવું રાજ્ય છે કે જ્યાં ગત અઠવાડિયામાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જાે કે આ વધારો ૧૦૦૦ કેસથી ઘણા ઓછા છે. મહારાષ્ટ્રમાં આવા ૬ જિલ્લા છે. જ્યાં ગત અઠવાડિયો કોરોના સંક્રમણના સક્રિય મામલામાં વધારો જાેવા મળી રહ્યો છે. જેમાં મુંબઈ, પાલઘર, બુલઢાણા, સાંગલી, ઔરંગાબાદ અને પરભાણી શામિલ છે.