કોરોનાના દૈનિક મામલામાં ફરીથી વધારો,૨૪ કલાકમાં ૪૩૮૯૩ના મામલા
નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના દૈનિક મામલામાં દાખલ કરવામાં આવી રહેલ ઘટાડા વચ્ચે આજે ફરી વધારો થયો છે.મંગળવારની સરખામણીમાં બુધવારે કોવિડ ૧૯ના નવા મામલાની સંખ્યા વધી છે.મંગળવારે જયાં ૩૬,૪૬૯ મામલા રિપોર્ટ કરવામાં આવ્યા ત્યાં બુધવારે ૪૩,૮૯૩ નવા મામલા સામે આવ્યા છે.જયારે દેશમાં કોરોનાથી ઠીક થનારા દર્દીઓની સંખ્યા ૭૨ લાખને પાર પહોંચી ગઇ છે.આ ઉપરાંત મૃતકોની સંખ્યાપણ કાલની સરખામણીમાં આજે વધુ છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૩,૮૯૩ નવા મામલા સામે આવ્યા છે જયારે આ દરમિયાન ૫૦૮ લોકોના મોત થયા છે જયારે કોવિડ ૧૯ને કારણે અત્યાર સુધી દેશમાં ૭૯,૯,૩૨૨ લોકો સંક્રમિત થઇ ચુકયા છે.
મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધી ૭૨ લાખથી વધુ દર્દીઓ ઠીક થયા છે કોરોનાથી બહાર આવનારા દર્દીઓની સંખ્યા વધી ૭૨,૫૯, ૫૦૯ થઇ ગઇ છં.ગત ૨૪ કલાકમાં ૫૮,૪૩૯ દર્દીએ વાયરસને માત આપી છે અને સારવાર દરમિયાન હોસ્પિટલથી ધરે રજા લઇને ફર્યા છે.દેશમાં સતત વાયરસથી ઠીક થનારા દર્દીઓની સંખ્યા અને સક્રિય મામલાની વચ્ચે અંતર વધી રહ્યું છે કોવિડ ૧૯ના સક્રિય મામલા સતત સાત વર્ષથી નીચે બનેલ છે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ૬,૧૦,૮૦૩ છે જેમાં ગત ૨૪ કલાકમાં ૧૫,૦૫૪ મામલાનો ઘટાડો આવ્યો છે જયારે કોવિડ ૧૯ને કારણે અત્યાર સુધી દેશમાં ૧,૨૦,૦૧૦ દર્દીઓના મોત થયા છે.HS